*#મારા દેશનો ખેડૂત પીડાય,પીસાય રહ્યો છે.*#

સમાચાર

ભારત દેશ ખેતીપ્રધાન દેશ કહેવતો હતો.પરંતુ,સમય જતાં આજે દેશનો ખેડૂત લાચાર, મજબૂર શા માટે બન્યો, શા માટે આર્થિક શોષિત પીડિત બનતાં આત્મહત્યા સુધી પોતાનું અને પરિવારના જીવન ખતમ સુધી નિર્ણય લઈ મૃત્યુને વધુ પસંદ કરે છે. જેનાં ઘણા બધા કારણો જવાબદાર છે.પરંતુ, આપણા દેશની સરકાર ખેડૂતોનાં આર્થિક પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહી છે.વધારામાં ખેડૂતોનાં હક્ક,અધિકાર આપવાનું તો ઠીક નવા બોજ સાથે નવા કાયદાઓ નાંખી વધુને વધુ શોષણ કરી રહી હોય તેમ આંદોલનો કરવા રોડ પર લાવી દીધાં.

સરકાર સાથે દેશની જનતાએ પણ આત્મચિંતન કરવું જરૂરી, આવશ્યક બની ગયું છે. ખેડૂતોને ન્યાય આપવો જોઈએ.

જય જવાન જય કિસાનનાં લાલબહાદુર શાસ્ત્રીના નારામાં કિસાનની જયકાર સાંભળવા મળશે કે નહી.તે તો આવનાર સમય જ બતાવશે.

પ્રશાંત ભટ્ટ.
કચ્છ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •