પુરુષોએ આપેલા દગાથી તુટી ચુકી હતી. આખરે મહિલાએ કર્યા કુતરા સાથે લગ્ન. – સંકલન. રશ્મિન ગાંધી.

ભારત સમાચાર

આજનો સમય એવો છે કે તેમાં કંઈ પણ થઈ શકે છે. તાજેતરમાં જ એવી ઘટના બની છે જેના વિશે સાંભળી તમને આશ્ચર્ય થશે. બ્રિટનમાં એક મહિલાએ પોતાના પાળીતા કૂતરા સાથે લગ્ન કરી લીધા છે. આ ઘટનાની ચર્ચા દુનિયાભરમાં છે મહિલાએ કુતરા સાથે લગ્ન કર્યાની ઘટના ત્યારે સામે આવી જ્યારે સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ પુરુષો સાથેના પ્રેમમાં વારંવાર છેતરાયા બાદ એલિઝાબેથએ આ નિર્ણય કર્યો અને કુતરા સાથે લગ્ન કરી લીધા છે. આ કુતરાનું નામ લોગાન છે, એલિઝાબેથએ બ્રિટનના ટીવીના એક લાઈવ શોમાં પોતાના કુતરા સાથે લગ્ન કર્યા હતા તેણે કહ્યું હતું કે તેની સગાઈ ચાર વખત તુટી છે. આ ઘટનાઓ બાદ તેનો વિશ્વાસ પુરુષો પરથી ઊઠી ગયો હતો અને તે જ સમયે તે લોગાનને મળી હતી. જ્યારે તે બંને મળ્યા ત્યારે એલિઝાબેથ પુરુષોના કારણે મળેલા દગાથી તુટી ચુકી હતી અને લોગાનના કારણે તે ફરીથી બરાબર થઈ શકી હતી લાઈવ શો દરમિયાન બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા. પહેલા લોગાન અને એલિઝાબેથએ એકબીજાને બ્રેસલેટ અને વીંટી પહેરાવી અને ત્યારબાદ બંનેએ એકબીજાને કિસ કરી લગ્નની વિધિ સંપન્ન કરી લોગાનને ગૃમની જેમ જ કાળો કોટ અને હેટ પહેરાવવામાં આવી હતી જ્યારે એલિઝાબેથએ વેડિંગ ગાઉન પહેર્યું હતું એલિઝાબેથએ કરેલા લગ્નને ડોગ લવર્સ વખાણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ લગ્ન પર પોતાની લાગણી વ્યક્ત પણ કરી રહ્યા છે.

TejGujarati