અચ્છે દિનની પરાકાષ્ઠા.- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

ભારત સમાચાર

“કિડની બિકતી હે બોલો ખરિદોંગે…”
૧.કારણ..
“તમારુ બ્લડગૃપ રેર છે, કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી… કોઈ વ્યસન નથી.. ઉમ્મમર પણ પ્રમાણમા હજી ઘણી નાની છે… તો તમારે કિડની શું કામ વેચવી છે? ડોકટરે કિડનીવેચું નવયુવાન સામે અનુકંપાથી જોઈને કહયૂ..
સાહેબ કિડની વગર ચાલશે… પણ ખાધા વગર નહિ ચાલે… દર્દ વેઠી લઈશ મારી નાની દિકરીની ભુખ નથી વેઠાતી…
ર. ભાવતાલ…
તમે આમ સાવ પાણીમા ન બેશો.. થોડો સરખો ભાવ કરો… પાંચ લાખ તો દેવું છે.. પછી સાત મહિનાનુ મકાનભાડુ, ચાર મહિનાની ત્રણ છોકરાની સ્કુલ ફી… કરિયાણાવાળો.. લોનના હપ્તા… હાથમા કશુય નહિ વધે…
આવી એવન કિડની તમને કયાંય નહિ મળે… સાહેબ, ખાલી મારુ બ્લડ ગૃપ જોશોને, તો ખુશ થઈ જશો.. જેના શરીરમા આ મારી કિડની લાગશે તે શેઠિયો જિદગી ભર યાદ કરશે..સાહેબ..તમે મારા બ્લડનો કલર જુઓ સાહેબ એકદમ લાલ ચટ્ટાક… કિડનીનુ વજન અને આકાર પણ જોરદાર નીકળશે… સાહેબ વરસોથી સાચવી છે, જતન કર્યુ છે.. સાહેબ.. ખાલી ચાર લાખના ન પરવડે સાહેબ… કાંઈ સારો ભાવ કહેતા હોવ તો.. મારી મિસિસને પણ કન્વીનસ કરુ…. એની કિડની તો મારાથી પણ જોરદાર.. શુ કહો છો…કાંઈ તો બોલો શેઠિયા…
૩.ઈર્ષા.
“ઓ હો…તમારા દિકરાએ આજે બાઇકમા પાંચ લિટર પેટ્રોલ પુરાવ્યુ.. હૂ તો છક થઇ ગયો… શુ શેઠિયા… તમે તો પહેલેથી વેપારી લાઇનમા છો.. કાંઈ નવી લાઇન પકડી છે.. કાંઈ અમને પણ કહો.. અત્યારે શુ વેચો છો?
” કિડની… “એવું જોરથી બોલવુ હતુ પણ કશોય જવાબ આપ્યા વગર માત્ર બોલનારની સામે તેમણે ફિકકુ હસી દીધુ.
૪.છેલ્લી અડચણ.
‘એક ડોનર મળ્યો છે.. થોડો સસ્તો છે, નીડી છે.. બલ્ડગૃપ પણ મેચ થાય છે.. કિડની પણ ઓકે છે.. કોઈ મેડિકલ હિસ્ટ્રી પણ નથી.’
‘ તો હવે અડચણ શુ છે?’ પેશન્ટના સવર્ણ સગાએ ડોકટરને પુછયુ
” ડોનર દલિત છે..”
આ વાકય પછી ભંયકર ચુપકીદી છવાય ગઈ…..

ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati