કોરોનામાંથી રિકવરી બાદ થતી ફંગસથી 9 થી વધુ મૃત્યું, જુઓ ઓપરેશનના દ્રશ્યો.

ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

કોરોનામાંથી રિકવર થયેલા ચેતી જાઓ
કોરોના પછીની આડ અસરથી થાય છે ફંગસ
કોરોના થયા પછી સાજા થઈ ગયેલા લોકોને ચેતવાની જરૂર છે. હાલમાં દેશભરમાં કોરોના તેનો કેર વરતાવી રહ્યો છે, ત્યારે કોરોનાના કારણે થઈ આડ અસરોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાથી રિકવર થયેલાં દર્દીઓમાં આંખ, મોં અને નાકમાં વિચિત્ર પ્રકારની આડ અસર જોવા મળી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સામે આવેલા ચોંકાવનારા કિસ્સાઓમાં કોરોના પછી દર્દીઓને ફંગસની બિમારીઓ સામે આવી છે. આંખ મોં અને નાકમાં થતી આ ફંગસના કારણે કેટલાક દર્દીઓના મૃત્યુ પણ થયાં છે.

ડાયાબિટીસ અને હાયપર ટેંશનના દર્દીઓ ચેતી જાઓ
ફંગસના કુલ 44 કેસ નોંધાયા જેમાંથી 9 લોકોના મોત
કોરોનામાં ડાયાબિટીસ અને હાયપરટેંશનથી પીડાતા લોકોને વધારે જોખમ રહેલું હોય છે, જ્યારે આ ફંગસનો રોગ પણ આવા દર્દીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. કોરોનામાંથી રિકવર થયા બાદ આંખ, નાક અને મોંમાં થતી આ ફંગસના કારણે કુલ 44માંથી 9 દર્દીઓના મૃત્યુ થઈ ચુક્યા છે. આ ફંગસના કારણે આંખનું વિઝન, મોઢા પર સોજા આવવા અને હાડકા ખવાઈ જવા જેવી સમસ્યાઓ સામે આવી રહી છે.

TejGujarati