કોરોના મહામારી સમય લોકડાઉનમાં બંધ થઈ અંકલેશ્વર રાજપીપળાની ટ્રેન ચાલુ કરવાની માંગ. કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રોડગેજ રેલવે લાઈન પર હવે ટ્રેન ક્યારે દોડતી થશે ?! મુસાફર જનતામાં ચર્ચાતો સવાલ.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાજપીપળા,તા. 10
કોરોના મહામારી સમય લોકડાઉન બંધ થઈ ગયેલી અંકલેશ્વર રાજપીપળાની ટ્રેન હજી સુધી ચાલુ થઈ નથી તેથી તેને સત્વરે ચાલુ કરવાની માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર-રાજપીપળા વચ્ચેની રેલવે લાઈન વર્ષો પહેલા બ્રોડગેજ બનાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વરને નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા સાથે જોડતી 63 કીમીની લાંબી રેલવે લાઈન પર કુલ 14 જેટલા એટલે એ સ્ટેશન આવેલા છે. આ લાઈન બ્રોડગેજ બની ત્યારે બન્ને જિલ્લાની જનતા સુંદર સુવિધા મળવા બદલ ખુશ અનુભવી હતી.પણ હવે બ્રોડગેજ બન્યા બાદ પણ આ સુવિધા શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઇ છે. આ રેલવે લાઈન પર ફક્ત એક એક સમયે આવવા જવા માટે ટ્રેન દોડતી હતી,સાંજે રાજપીપળા જતી ટ્રેન સવારે પરત અંકલેશ્વર જતી હતી.પરંતુ કોરોના મહામારી સમય લોકડાઉનમાં આ ટ્રેન બંધ થઈ છે.જે આજદિન સુધી ચાલુ થઈ નથી,લોકડાઉન પૂર્ણ થયા બાદ અંશતઃ ઘણી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી પરંતુ આ ટ્રેન હજી ચાલુ નથી થઈ.ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી આ વિસ્તાર માટે મહત્વની સુવિધા એવી આ રેલવે સુવિધા ફરીથી ચાલુ કરીને તેને વિસ્તૃત બનાવાય તેવી માંગ છે.
અંકલેશ્વર-રાજપીપળા રેલવે લાઇનની રાજપીપળાની આગળ દિવસ સુધી લંબાવવાની માંગ અંકલેશ્વર-રાજપીપળા રેલવે લાઈનને રાજપીપળાની આગળ કેવડીયા સુધી લંબાવવાની માંગ ઉઠી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે આકાર પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યા દિવસેને દિવસે વધારો થશે.આ રેલવે લાઈનને રાજપીપળાની આગળ સુરત મુંબઈ તરફથી ટ્રેન સેવાને પણ કેવડીયા સાથે જોડી શકાય તેમ છે. કેવડીયા ને ડભોઇ વડોદરા રેલવે લાઇન સાથે જોડવામાં આવ્યું છે.અને કેવડિયા ખાતે અધ્યતન રેલવે સ્ટેશન બનાવાયું છે,ત્યારે અંકલેશ્વર રાજપીપળાની વચ્ચે આ રેલવે લાઈનને કેવડીયા સુધી વિસ્તારીને સઘન ટ્રેન સેવા આપવામાં આવે તેવી માંગણી છે.
રીપોટ : જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati