તિલકવાડા તાલુકા ની 50 જેટલી મહિલાઓએ સીવણ ક્લાસ ની તાલીમ લીધા બાદ પ્રમાણપત્ર નું વિતરણ કરાયું.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તિલકવાડા ગ્રામ પંચાયતમાં સરકારની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા મહિલાઓને પગભર કરવાનો સ્તુત્યપ્રયાસ.

રાજપીપળા,તા. 11

તિલકવાડા તાલુકામા છેલ્લા બે મહિનાથી તિલકવાડા ગ્રામ પંચાયતમાં સરકારની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા તિલકવાડા ગ્રામ પંચાયતની 50 મહિલાઓને છેલ્લા બે મહિનાથી સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી હતી. આ તમામ મહિલાઓ પોતાના પગ પર ઊભા રહી અને સરકારની સિવન ક્લાસ ની તાલીમ દ્વારા સ્વરોજગારી મેળવી હતી આ તમામ બહેનોને પ્રમાણપત્રનું વિતરણ કહ્યું હતું.

આ તમામ 50 મહિલાઓએ છેલ્લા બે મહિનામાં ખૂબ જ વિવિધ પ્રકારના કાપડો માંથી ડ્રેસો, માસ્ક તેમજ મહિલાઓ અને બાળકોના કપડાઓ બનાવ્યા હતા.આ તાલીમ માંથી મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે તાલીમ આપી હતી. આ પ્રસંગે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા,તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવી, તિલકવાડા તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પ્રગતિ મહિલા મંડળ પ્રમુખ જ્યોતિબેન તિલકવાડા ગ્રામ પંચાયતમાં સીવણ ક્લાસ ની તાલીમમા સેવા આપનાર સાચલાબેન ને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati