ભારતીય કપાસ નિગમ લી દ્વારા રાજપીપળા ખાતે એપીએમસીને ખેડૂતોને કપાસ નિર્ધારિત કેન્દ્ર ઉપર વેચવાની ભલામણ કરવાની સત્તા આપવામાં આવી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

નર્મદામાં એક પણ જીન કાર્યરત ન હોવાથી નવી વ્યવસ્થાથી ખેડૂતોને કપાસના સારા ભાવ મળશે.
હાલ રૂ. 5800 ન્યુનતમ મૂલ્ય નિર્ધારિત કરાતું છે – એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ.
રાજપીપલા,તા.13
નર્મદા જિલ્લામાં માવઠાને કારણે ખાસ કરીને કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે.ત્યારે નર્મદામાં કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને કપાસ વેચવા બહાર જવું પડે છે.તેમાં તેમના માટે આનંદના સમાચાર છે.એ મુજબ જિલ્લામાં કપાસ વાવતા ખેડૂતોને કપાસ હવે ભારતીય કપાસ નિગમ લિ.ના રાજપીપળા ખાતે એપીએમસીને ખેડૂતોનો કપાસ નિર્ધારિત કેન્દ્ર ઉપર વેચવાની ભલામણ કરવાની સત્તા આપવામાં આવી છે.
એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે આ અંગે જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં કપાસનુ એકપણ જીન કાર્યરત નથી. તેથી કપાસ વેચવા ખેડૂતોને બહાર જવું પડે છે.ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળતા નથી. તેથી ખેડૂતોને ભારે નુકસાન થાય છે. ત્યારે રાજપીપળા એપીએમસીએ ભારતીય કપાસ નિગમ લી પાસે નર્મદા જીલ્લામા કપાસ ખરીદીની કોઈ જ વ્યવસ્થા ન હોવાની રજુઆત કરી હતી. પરવાનગી મળતા હવે એપીએમસી રાજપીપળા હવેથી કપાસ વેચવાની ભલામણ કરશે. આ માટે જે ખેડુતો પોતાના કપાસ એમએસપીના ધોરણે વેચવા માંગતા હોય તેઓએ પ્રથમ એપીએમસી રાજપીપળા ખાતે રજીસ્ટ્રેશન કરાવી ભલામણ પત્ર મેળવવા પડશે અને નર્મદા જિલ્લાના ખેડૂતો નજીકના કપાસ ખરીદ કેન્દ્રો બોડેલી, કેવડીયા, ડભોઇ અને મંડાળા ખાતે પોતાનું કપાસ એમએસપીના મુલ્ય આધારિત વેંચાણ કરી શકસે. હાલ રુ. 5800 ન્યુનતમ મુલ્ય નિર્ધારિત હોવાનું એપીએમસી પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું, જોકે ખેડુતોએ કેન્દ્રો ખાતે પોતાનું કપાસ માત્ર ટ્રેક્ટર માજ પરિવહન કરીને લઇ જવો પડશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati