વજનદાર એકલતા …
??????
તારો ખ્યાલ જયારે મને આવે …
કરચલી વિનાના સપના આવે ને …
મીઠી નિંદરનું વાદળું ઘેરાય …
સ્પર્શ વિનાનું માવઠું છલકાય ને …
મીઠું સ્મિત પડખામાં સંતાય …
એના ગુલાબી ટેરવાં અથડાય ને …
વજનદાર એકલતાનું
કારસ્તાન …
અંધારામાં રૂઝાય મારા જખમને …
આંગળીમાં લાગણીનું
રેગિસ્તાન …
સંવેદનાની અમીરીમાં
વિસ્તરતી હું …
બીના પટેલ …?