તમારે દીકરી છે.? તો વાંચો. અને નથી.? તો ખાસ વાંચો. – દિકરીનું છેડા સાથેનું ઋણાનુંબંધન.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

*દિકરીનું છેડા સાથેનું ઋણાનુંબંધન*

*પહેલો છેડો* એટલે મારા અસ્તિત્વની ઓળખરૂપી માઁના ગર્ભ સાથે જોડાયેલો નાયડો

*બીજો છેડો* એટલે સુગ નહી પણ સ્નેહથી બાંધેલી મારા બાળોતિયાની ગાંઠ

*ત્રીજો છેડો* એટલે ડરથી બચવા દોડીને

*જેની પાછળ હું સંતાઇ જતી એ માઁ નો પાલવ*

*ચોથો છેડો* એટલે સ્કૂલે જતાં કચકચાવીને બાંધેલી મારા ચોટલાની રિબીન

*પાંચમો છેડો* એટલે વીરાના કાંડે બાંધેલી રક્ષાની સુતરની કોર

*છઠ્ઠો છેડો* એટલે સગપણમાં મોકલેલ શુકનના રૂપિયો-નાળિયેર પર વીંટેલી નાડાછડી

*સાતમો છેડો* એટલે સપ્તપદીના વચનો સાથે અગ્નિની સાક્ષીએ પિયુજીએ પહેરાવેલું મંગલસૂત્ર

*આઠમો છેડો* એટલે નણંદબાએ બાંધેલું નજર ઉતારતું પંચમાસીયુ

*નવમો છેડો* એટલે મારી લાડકવાયીને પહેરાવેલું છઠ્ઠીયુ

*દસમો છેડો* એટલે પ્રૌઢાવસ્થામાં હોસ્પિટલના બેડ પર મારી રગોમાં પ્રવેશતા મારા દિકરાના રક્તને પહોંચાડતી નળી

*અગિયારમો છેડો* એટલે મારી જ જીદથી મારા અખંડ ચૂડી-ચાંદલા અને ચુંદડીમાંથી ફાડીને ઘરના બારણે બાંધેલો લીરો

*છેલ્લો* અને મારો મનગમતો *છેડો* એટલે ચિતા પર ઓઢાડવામાં આવશે એ મહિયરની ચુંદડી.

*શાસ્ત્રો અને રિવાજો પણ કહે છે કે એક દિકરીનો છેડો તો એના અસ્તિત્વથી લઇને અંત સુધી માઁ-બાપ સાથે જોડાયેલો રહે છે*.

Beautiful defination of *CHEDO*👆

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •