ભાવનગરના યુવાનની 1100 કરોડના ક્રિપ્ટો કૌભાંડમાં ધરપકડ, આ રીતે થયો પર્દાફાશ.ઓનલાઇન બેટિંગ કૌભાંડ, હવાલાના વ્યવહારો મારફતે 1100 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

*ચાઇનીઝ બેટિંગ એપ વડે ચાઇનીઝ કંપનીઓમાંથી અન્ય દેશોમાં ક્રિપ્ટો કરન્સીના (cryptocurrency) નાણા હવાલા મારફતે ટ્રાન્સફર કરાતા હોવાના કેસમાં હૈદરાબાદ ક્રાઇમ બ્રાન્ચમાં (Haidrabad Crime branch) એક ફરિયાદ નોંધાયેલી હતી. જેના આધારે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ED) દ્વારા ભાવનગરના (Bhavnagar) 26 વર્ષીય યુવાનની ધરપકડ કરવામાં આવી છે. જેને કોર્ટમાં રજૂ કરીને ઇડીએ નવ દિવસના 22મી ડિસેમ્બર સુધી રિમાન્ડ મેળવ્યા છે. ભાવનગરના 26 વર્ષનો નૈસર કોઠારી ટેકનોક્રેટ છે અને તેની પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. ઇ.ડી.ના જણાવ્યા પ્રમાણે ઓનલાઇન બેટિંગ કૌભાંડ, હવાલાના વ્યવહારો મારફતે 1100 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા.

*ચીની નાગરિક સહિત કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ*

આ અંગે મળતી માહિતી પ્રમાણે, હૈદરાબાદના સેન્ટ્રલ ક્રાઇમ સ્ટેશનમાં ચાઇનીઝ બેટિંગ એપમાં નાણાં ગુમાવનારા એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી. આ કેસના આધારે ઇડીએ બે ચીની કંપનીઓ લિંક્યુન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને ડોકીપે પ્રાઇવેટ લિમિટેડ પીએમએલએ એક્ટ અંતર્ગત તપાસ હાથ ધરી હતી. જે બાદ તપાસમાં બહાર આવ્યું કે, આ બન્ને ચીની કંપનીઓ ભારતમાં પ્રતિબંધિત એપને પેમેન્ટ એગ્રિગેટર રિ-સેલર સર્વિસ પૂરી પાડે છે. આ સાથે આંતરરાષ્ટ્રીય હવાલા પાડવા સહિતની ગેરકાયેદસરની પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ કેસમાં ઇડીએ એક ચીની નાગરિક સહિત કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ હવાલા અને ગેરકાયદેસરના વહેવારોનું મૂલ્ય અંદાજિત રૂ. 1100 કરોડનું હતું.

TejGujarati