દેડીયાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીની નવી ટીમની જાહેરાત. પ્રમુખ તરીકે વસાવા માનસીંગભાઈની વરણી. નવી ટીમમાં 6 ઉપપ્રમુખ,2 મહામંત્રી, 6 મંત્રી અને એક કોષાધ્યક્ષની વરણી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

રાજપીપળા, તા. 14
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ. જે.પટેલે ની સૂચનાથી દેડીયાપાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમની જાહેરાત કરવામાં આવી છે.જેમના નામ આ મુજબ છે. જેમાં પ્રમુખ તરીકે માનસિંગભાઈની વરણી કરવામાં આવી છે. નવી ટીમમાં 6 ઉપપ્રમુખ, 2 મહામંત્રી, 6 મંત્રી અને એક કોષાધ્યક્ષની વરણી કરવામાં આવી છે.
જેમાં પ્રમુખ તરીકે વસાવા માનસિંગભાઈ રૂપાભાઈ (દેડીયાપાડા), ઉપપ્રમુખ વસાવા ગંભીરભાઇ ફતેસિંગભાઈ (ગાજરગોટા), વસાવા મનસુખભાઈ મૂળજીભાઈ (મંડાળા), વસાવા પપ્રકાશભાઈ લક્ષ્મણભાઈ (જામની),વસાવા વાલજીભાઈ છીડીયાભાઈ (ભરાડા રેલ્વા ), વસાવા ગોવિંદભાઈ ગોવર્ધનભાઈ (ડાભવાણ ), વસાવા શર્મિષ્ઠાબેન રાકેશભાઈ (ચિકદા ),જ્યારે મહામંત્રી તરીકે વસાવા મનસુખભાઈ ભામટાભાઈ (ઘનપીપર),વસાવા ધરમસિંહભાઈ રામસિંગભાઈ (નિવાલ્દા), મંત્રી તરીકે વસાવા સીંગાભાઈ દીવાનજીભાઈ (નવાગામ પા),વસાવા ઉબડીયાભાઈ કાલીયાભાઈ (કણજી ),વસાવા સીતાબેન સુખરામભાઈ ( કેવડી), વસાવા મીનાબેન ચીમભાઈ (રાંભવા),વસાવા ભુપેન્દ્રભાઈ રાયસીંગભાઈ (અલમાવાડી), વસાવા રોહીતભાઈ સોમાભાઈ (દેડીયાપાડા) અને કોષાધ્યક્ષ તરીકે વસાવા દીવાનજીભાઈ ચામડીયાભાઈ (લાડવા) ની નિમણૂક કરવામાં આવી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati