*કોરોના સમયમાં સ્મશાને લાશોના ઢગ સર્જાય તે જાણી એક વિચિત્ર પંક્તિઓ નીકળી – કવિતામાં વાર્તા – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

*કોરોના સમયમાં સ્મશાને લાશોના ઢગ સર્જાય તે જાણી એક વિચિત્ર પંક્તિઓ નીકળી – કવિતામાં વાર્તા – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ*
******* ********* ********
ગામડે થી શહેરમાં આવ્યો તો જીવો, રખડતાં રખડતાં,
મળી નોકરી કંત્રાટ પર સમશાન માં લાશો ને જલાવવા!

રાત દિ પહેરી લેંઘો જીવો માંડ્યો રહેતો સમશાન ઘાટે,
લઈ લારી કરતો દોડા દોડ શીખી ગયો લાકડા ગોઠવતા!

મો માં દબાવી બે રૂપિયાની તંબાકુ જોયા કરતો બળતી લાશ,
ડાઘુઓ ના કપડા જોઈ આવડી ગયું હેસિયત ઓળખાતા!

વાંસડો લાંબો અને એ હતો ટુંકો પણ વટથી પકડી ઊભો,
બળતી લાશના નીકળી પડતાં પગ આવડી ગયું ઘકેલતા!

છેલ્લા દરશન કરી લ્યો બાપ અને અહી ઢોળો પાણી,
વિધિ વિધાન માં હુંશિયાર થયો સૌની લાગણી રમાડતા!

આવે લાઇન બંધ લાશ ના ઢગલા અને જીવા ને નવરાશ નહિ,
એક એક લાશ પર થાય સો બસો પાંચસોની કમાઈ અમસ્તા!

એક દિ જીવો ગયો ગામડે મૂકી થોડી રજા સમશાને,
નવા કપડાં અક્કડ ચાલ, ઘરડા બુઢ્ઢા જોયા કરે શરીર વલુરતા!

કોરોના એ લગાવ્યા લાશો ના ઢગલા શહેરના સામશાને,
થઈ ગયો ઉદ્ધાર જીવાનો ધંધામાં લાશોને જલાવતા!

હવે જીવા ને ચિંતા નથી લગીર રહે મૌજ થી સમશાને,
આવતી લાશો ને ગણ્યા કરે હૈયા નો હરખ છુપાવતા!

*મેહુલ ભટ્ટ (૧૨.૧૨.૨૦)*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply