દેડીયાપાડા વિસ્તારમા ધમધમતી બોગસ તબીબો ની હાટડીઓ ઉપર તવાઈ
બોલાવતી દેડીયાપાડા પોલીસ.
બે બોગસ તબીબો ઝડપાયા.
બન્ને પાસેથી કૂલ રૂ.૮૬,૮૪૮/- નો મેડીકલ સામગ્રીનો મુદ્દામાલ કબજે લેતી પોલીસ.
લાયકાત કે ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી ગામડાના અભણ અને ગરીબ દર્દીઓના શરીર સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝડપાયા.
એલોપેથી ટેબલેટો, સીરપની બોટલો તથા પાઇપ ચઠાવવાની બોટલ,નીડલો,બેડની સુવિધા, દવાઓ, ઇન્ફેક્શનનો સામાન પકડાયો,
રાજપીપળા, તા.13
દેડીયાપાડા વિસ્તારમાં આવેલ દેદીયાપાડા ટાઉન મા કેટલાક તબીબો કોઇ પણ ડીગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી દર્દીઓની સારવાર કરતા હોવાનું નર્મદા પોલીસ,વડા હિમકરસિંહનાં ધ્યાને આવ્યુ હતુ. અને આ હકીકત થી ખુદ ચોંકી ઊઠ્યા હતા. અને આવા બોગસ તબીબો સામે કાયદેસરના પગલા ભરી કડક કાર્યવાહી કરવા સુચના આપી દેતા કડક સૂચના ને આધારે નાયબ પોલીસ અધીક્ષક રાજપીપલા ડીવિઝનના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પીએસઆઈ એ.આર.ડામોરે પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આવા બોગસ તબીબોની માહિતી મેળવી હતી.અને
દેડીયાપાડાના આરોગ્ય ખાતા સાથે સંકલનમા રહીને ડોકટર જીનલકુમાર.એમ.પટેલ તથા તેમની ટીમ સાથે સંયુક્ત રીતે દેડીયાપાડા ટાઉન મા આવા બોગસ તબીબોના ક્લીનીકો ઉપર રેડ કરીહતી. જેમા કોઇ પણપ્રકારની લાયકાત કે ડીગ્રી વગર ગેર કાયદેસર રીતે દવાખાના ખોલી ગામડાઓના અભણ અને ગરીબ દર્દીઓના શરીર સ્વાસ્થ સાથે ચેડા કરી પોતાના આર્થીક ફાયદા સારૂ લોકોની જીંદગી સાથે ખેલવાડ કરતા બે તબીબોને ઝડપી પાડયા હતા. જેમા નામે મિલ્ટનભાઇ દયાલભાઇ ઠાકુર, (રહે. દેડીયાપાડા ,બસ ડેપો સામે દશા માતા ના મંદિર પાસે મૂળ રહે, ગાયત્રી નદીર રોડ સીંગરોલી સીંગરોલી મધ્ય પ્રદેશ) તથા નરોત્તમભાઇ અતુલભાઇ મંડલ( રહે હાલ દેડીયાપાડા, દશામાતાના મંદિર પાસે)ને ઝડપી પાડ્યા હતા.અને કુલ કિ. રૂ.૮૬,૮૪૮ /- નો મેડીકલ સામગ્રીનો મુદ્દામાલ કબજે કરી ઇ.પી.કો કલમ ૩૦૮ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ
હાથ ધરેલ છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના આરોપી નરોત્તમભાઈ અને મિલ્ટનભાઈ પોતે ડોક્ટર નથી તેમાં જાણતા હોવા છતાં એલોપથી દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી એલોપથી ટેબલટો,સીરપ ની બોટલો તથા પાઇપ ચઢાવવાની બોટલો, નીડલો બેડની સુવિધા, દવાઓ,ઇન્જેકશનનો ગેરકાયદેસર રીતે રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતાં મેડિકલ સાધનો વડે સારવાર કદી તથા દવાઓ આપવાની સામાન્ય સંજોગોમાં સારવાર મેળવનાર દર્દીનું મોત નીપજાવી શકે તેવું પોતે જાણતો હોવા છતાં પોતાની આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે પોતે ડોક્ટર છે,તેવું ગામડાંઓની અભણ દર્દીઓને સમજાવી જાહેરમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા કરી લોકોના જીવન સુખમય તે રીતે મેડીકલ પ્રેક્ટિસ કરી મેડિકલ સામગ્રી દવાઓ વગેરે રૂ.39469 /- ના મુદ્દામાલ સાથે તથા મિલ્ટનભાઈ રૂ. 47379 /- મળી કુલ કિંમત રૂ 86848 /- ના મુદ્દામાલ સાથે બંને બોગસ ડોકટરોને ઝડપી પાડી તેમની સામે ઈપીકો કલમ 308 અને ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર 1963 ની કલમ 30 મુજબનો ગુનો નોંધી બન્ને બોગસ તબીબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર : જયોતિ જગતાપ,રાજપીપળા