આમ આમ આદમી પાર્ટી ના બક્ષિપંચના સક્રિય અને સંનિષ્ઠ આગેવાન ઉમેશભાઈ મકવાણા ઉપર રાજકિય કિન્નાખોરી અંતર્ગત અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો

સમાચાર

Dec 12, 2020

*આમ આમ આદમી પાર્ટી ના બક્ષિપંચના સક્રિય અને સંનિષ્ઠ આગેવાન ઉમેશભાઈ મકવાણા ઉપર રાજકિય કિન્નાખોરી અંતર્ગત અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામા આવેલ, જેમા ઉમેશભાઈ ને હાથે પગે ફ્રેકચર સાથેની ગંભીર અને જીવલેણ ઇજા પહોચાડવામા આવી.*

આજે મોડી સાંજે બરવાળા ધંધુકા હાઇવે ઉપર આમ આદમી પાર્ટી ના બક્ષિપંચ મોરચાના પ્રમુખ અને ભાવનગરના પ્રભારી ઉમેશભાઈ મકવાણાઉપર રાજકિય કિન્નાખોરી અંતર્ગત અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરાયો.

આમ આદમી પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ભાવનગરના પ્રભારી ઉમેશભાઈ મકવાણા આજ રોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી કોર કમિટી ની મીટિંગ માં હાજરી આપવા આવેલ હતા

સાંજે તેમના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બરવાળા અમદાવાદ હાઇવે પર પોલરપુર પાસે અજાણ્યા ઈસમો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો..

ઉમેશભાઈ મકવાણા સાથે રહેલા તેમના સાથીદારોએ તાત્કાલિક બોટાદ ખાતે આવેલ ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડયા હતા

ડૉક્ટર્સ ના જણાવ્યા પ્રમાણે તેમના બને હાથમાં તેમજ પગ માં ગંભીર ઇજા થયેલ છે

*રાજકિય અદાવત અને કિન્નાખોરીને અનુલક્શીને કરવામા આવેલ આ હુમલાને આમ આદમી પાર્ટી સખત શબ્દોમા વખોડી કાઢે છે અને બોટાદ પોલીસ અને ગુજરાત સરકારને તમામ હુમલાખોરો ને 24 કલાકમા પકડવાનું આહ્વાન ..

TejGujarati