હેલ્થ ઇસ વેલ્થ – વૈદ્ય બળદેવપ્રસાદ પનારા.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

નિરોગી બનો આયુર્વેદને સંગ
વર્ષા ૠતુમાં સ્વાસ્થ્ય રક્ષા
વર્ષા ઋતુમાં સામાન્ય રીતે આપણાં શરીરમાં નવા પાણી અને ઠંડા હવામાનના કારણે વાયુ દોષ પ્રકૃપિત થઈને,મંદાગ્નિ,અપચો, વાયુના ,સાંધાના દર્દો ,દમ શ્વાસ જેવા દર્દો થવાની શકયતા આબોહવા અને જીવનશૈલીના કારણે ઉદભવે છે.
જે લોકો આયુર્વેદના નિયમ મુજબ ઋતુના પ્રભાવ પ્રમાણે યોગ્ય આહાર વિહાર કરે તેમજ દરરોજ ૩૦ થી ૬૦ મિનિટ શ્રમ મુજબ ની કસરતો,કામ કે પ્રવૃત્તિ કરે તેઓ પ્રાય: સ્વસ્થ રહી શકે છે.
પરંતુ જેઓ નું જીવન શ્રમ રહિત બેઠાડુ હોય તેઓ ઋતુ અને આબોહવાથી પ્રભાવિત થઈ શકે છે. કારણ કે તેમની ઇમ્યુનિટી શક્તિ ઓછી હોય છે માટે ઋતુજન્ય રોગના શિકાર બની શકે છે.
વર્ષાઋતુમાં સ્વસ્થ રહેવાના આયુર્વેદિક નિયમો અનુકરણ કરીને આપ ઋતુજન્ય રોગ ની સામે સ્વરક્ષણ શક્તિ પ્રાપ્ત કરો તેવો આહાર વિહાર અને આચરણ .
૧ સમગ્ર વર્ષાઋતુમાં દરરોજ જરૂરત મુજબનું તરસ જેટલું ઉકાળેલું પાણી (કાચું મિનરલ કે આર ઓ નું પણ નહીં જ ) પીવાના નિયમને અનુસરીએ તેનાથી મંદાગ્નિ,કફ,ખાંસી,શ્વાસ,
તેમજ વાયુની ,સાંધાની,પીડા સામે રક્ષણ પ્રાપ્ત થાય છે.
૨ ખોરાક માં મીઠાઈ,માવો, મેંદો , ઘી ,દૂધ ,ખાંડ,ની બનાવટ નો ઉપયોગ સદંતર બંધ કરવો.
ભૂખ લાગે ત્યારેજ જરૂર પૂરતો આહાર લેવો ભરપેટ ખાવાની આદત ન રાખવી .
૩ ખોરાકમાં ગરમ તાજું રાંધેલું શક્ય હોય ત્યાં સુધી લેવું.તેલમાં તળેલી ચીજો, આદુ, લસણ, ફુદીનો,લીંબુ,સૂંઠ,મરી, મેથી,રીંગણાં, દહીં ,છાસ,જેવી ચીજોનો વપરાશ અવશ્ય કરવો.
૪ રોજ ૩૦ થી ૪૦ મિનિટ વિવિધ કસરત ,રમત,ચાલવાનું,
જોગિંગ , વગેરેમાં થી કોઈ પણ એક નો નિત્યક્રમ બનાવવો.તેમજ યોગ અને પ્રાણાયમ પણ કરવા જેથી શરીર ઉર્જાવાન અને જઠર લીવર વગેરે ની કાર્યશક્તિ સંચારીત થશે.
૫ એક આયુર્વેદિક એન્ટિબાયોટિક પીણું પણ રોજિંદા ઉપયોગ માં સામેલ કરી શકાય એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અર્ધું કે આખું અનુકૂળતા મુજબ નીચોવવું, તેમાં આદુનો રસ ,ફુદીનાનો રસ, અને બે કે ત્રણ ચમચી મધ નાખીને સવારે ચા દૂધ પીવાના સમય પહેલા લેવું ૨ કલાક બાદ ચા કે દૂધ નાસ્તો લઈ શકાય છે. આ ક્રમ જો માફક આવે તો દરેક ઋતુમાં નિયમિત અપનાવી ને તંદુરસ્ત રહી શકો છો.
આપણા જીવનમાં આયુર્વેદના અમૃત રસને અપનાવી ને તન મન થી સ્વસ્થ અને તંદુરસ્ત રહો .
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
મહર્ષિ આયુ કલીનીક

સ્ટોરી. દિલીપ ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply