૧૧ મી ડિસેમ્બરે નિર્ભયા એન્થમને વરસ પૂરું થયું એ જ દિવસે માત્ર ૧૯ વર્ષની યુવતી વિશ્વા રાવલે નિર્ભય એન્થમનો બીજો ભાગ રીલીઝ કર્યો.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

૧૧ મી ડિસેમ્બરે નિર્ભયા એન્થમને વરસ પૂરું થયું એ જ દિવસે માત્ર ૧૯ વર્ષની યુવતી વિશ્વા રાવલે નિર્ભય એન્થમનો બીજો ભાગ રીલીઝ કર્યો. ગત વરસે નીર્ભાયાનો કેસ થયો ત્યારે વિશ્વા રાવલને વિચાર આવ્યો કે જેને આપણે નિર્ભયા કહીએ છીએ એ સાચા અર્થમાં નિર્ભય ક્યાં છે? પોતાના પિતા સાથે આ વિષય પર એક કલાક ચર્ચા કર્યા બાદ એણે નિર્ભયા એન્થમની રચના કરી જેના શબ્દો છે,” નિર્ભયા તું નિર્ભય નહિ હે. અબ તેરે ઇમ્તેહાનકી ઘડી હે. જાગ શેરની, માંગ શેરની, અધિકાર તેરા જગત સે. આ ગીતને બહોળો પ્રતિસાદ મળ્યો અને લાખો લોકો સુધી આ ગીત પહોંચ્યું. વિશ્વા પાસે પોતાનો મોબાઈલ ફોન પણ ન હતો. તો પણ એણે પોતાના મિત્રોને આ વિચાર જણાવ્યો. બધા જોડાતા ગયા અને માટે ત્રણ જ દિવસમાં આ ગીત વિડીઓ શુટીંગ સાથે રીલીઝ થયું. મયંક રાવલ્સ લાઈફ ડીઝાઇન ચેનલ નામની યુ ટ્યુબ ચેનલ પર આ ગીત છે.
પ્રથમ ગીતની રિલીઝને એક વરસ પૂરું થાય એ પહેલા વિશ્વા એ ત્રીસ ગીતોની રચના કરી જેના વિષયો, સૈનિકો, પોલીસ કર્મીઓ, ડોક્ટર, સફાઈ કર્મીઓ, પરિવાર, ગ્રામીણ બહેનો વિગેરે રહ્યા. લોક ડાઉન દરમિયાન વિશ્વાએ પચીસ ગીતોની રચના કરી રીલીઝ કર્યા. આ અભિયાનમાં ૩૦૦થી વધારે લોકો જોડાયા. કુલ પાંચ દેશોમાંથી જોડાયેલા લોકોમાંથી મોટા ભાગના લોકને એ પોતે ક્યારેય પણ મળી નથી. પરંતુ આ ભાવના એ સમાજની સ્વસ્થ વિચારધારા દર્શાવે છે. વળી કામ કરવું હોય તો કોઈ પણ અભાવ નડતો નથી એ વાત પણ સાબિત થાય છે. વિશ્વાએ આ અભિયાન પોતાના પોકેટ મનીમાંથી પર પાડ્યું છે. જે ઉમરમાં વ્યક્તિ પોતાના મોજશોખ પાછળ ભાગતી હોય છે ત્યારે સ્વખર્ચે સમાજ માટે કૈક કરવાની ભાવના સાચેજ ઉત્તમ ગણાય.
નિર્ભયા એન્થમના પહેલા ભાગમાં વિશ્વાએ દર્શાવ્યું છે કે નારી જ નારીની મદદ કરી શકે છે. ત્યારબાદ વિશ્વાને વિચાર આવ્યો કે જગતના મોટાભાગના પુરુષો સારા જ હોય છે. વળી નારીની રક્ષા કરવી એ પુરુષનો ધર્મ છે એવું આપણા શાસ્ત્રો પણ કહે છે. આ વિચાર સાથે વિશ્વાએ નિર્ભયા એન્થમ ભાગ -૨ બનાવ્યો. જેમાં નારી જયારે તકલીફમાં હોય છે ત્યારે સારા પુરુષો આવી અને એને મદદ કરી અને એટલી સરસ રીતે તૈયાર કરે છે કે જયારે અન્ય સ્ત્રીને તકલીફ પડતી હોય છે ત્યારે એ પોતેજ મદદગાર બની જાય છે. વળી આ ગીતમાં વિશ્વાએ વિદ્યાર્થીઓને લીધા છે. કારણ કે જો આ પેઢીના લોકો સજાગ હશે તો દેશનું ભવિષ્ય સુરક્ષિત હશે. આ ગીતની કુલ રચનામાં ચાલીસથી વધારે લોકો કોઈ પણ અપેક્ષા વિના જોડાયા છે. આ ગીતની શબ્દરચના અને સ્વરરચના મયંક રાવલે કરી છે. શુટીંગ અને એડીટીંગ કવીશ રાવલ અને વિશ્વા રાવલે કર્યા છે. સંગીત નીલ ભટ્ટે આપ્યું છે. એમાં અવાજ વિશ્વા રાવલ, મયંક રાવલ, પાર્થ જોશી, નીલ ભટ્ટ, આયુષી પરમાર, ઈશિતા પરમાર અને વિધિ મિસ્ત્રીના છે.
વિશ્વાએ પોતાના નવા પ્રયાસને નામ આપ્યું છે. નિર્ભયા થી નિર્ભયા સુધી. એ એવું કહેવા માંગે છે કે માત્ર નામ જ નિર્ભય નથી રાખવું. નારીને સાચા અર્થમાં નિર્ભય બનાવવી છે અને એક એવો સમાજ ઉભો કરવો છે જે નારી શક્તિને સન્માન આપે અને નારીની રક્ષા માટે કટિબદ્ધ રહે. આ ગીતના શબ્દો અને ધૂન હૃદય સુધી પહોંચી ત્યાં ઘર કરી દે છે. આ ગીતને સાંભળવા અને સમજવાની ખુબ જ જરૂર છે.કારણકે આપણી નવી પેઢીને સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણ આપવું એ આપણી ફરજ છે. જેમ અનેક દીવો અંધકાર ભરી રાતને દિવાળી બનાવી દે છે એમજ અનેક લોકો આ વિચારથી સમાજને પ્રકાશિત કરી શકશે.

TejGujarati