આ લેખ તો અંત સુધી વાંચવો જ રહ્યો. નનામી…- સંકલન. નીતિન ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

નનામી… નનામી એટલે ઠાઠડી,મરણ ખાટલી, અરથી, વંજુશય્યા એટલે કે શબને લઇ જવાની વાંસની એક બનાવટ. નામ વગરની વસ્તુને પણ નનામી કહેવાય. નામ વિનાનું વાહન એટલે નનામી. અંગ્રેજીમાં એને ‘bier’ કહે છે. વ્યક્તિ જન્મે ત્યારે નામ વગરની હોય છે અને મૃત્યુ પછી નનામી બની જાય છે. નનામી નામને લેતી જાય છે. આત્મા નામ મૂકીને ચાલ્યો જાય છે. નામવાળાની નનામી નીકળે છે અને નામી વ્યક્તિ નામ મૂકીને નનામી થઇને જાય છે. કોઇએ સુંદર લખ્યુ છે, ‘નિસરણી સમજીને ચઢતાં રહ્યાં આ જીન્દગીને, થાકી ગયા ને આડી કરી તો નનામી થઇ ગઇ …’ ઘોડિયાથી નનામી સુધીની યાત્રા એક શાશ્વત સત્ય છે. એક ગીતના શબ્દો છે, ‘જીતે લકડી, મરતે લકડી, દેખ તમાશા લકડીકા …’ માણસ જન્મે ત્યારે ઘોડિયુ, શાળામાં પાટલી, પેન્સીલ, ઘર-ઓફીસમાં ખાટલો, ટેબલ, ખુરશી, ઘડપણમા લાકડી, મૃત્યુ બાદ ઠાઠડી અને છેલ્લે ચિતા પણ લાકડાની. ઘરથી સ્મશાન સુધીનો રસ્તો નનામી પર સૂતા સૂતા પસાર કરે છે. જેને જોવાથી જોનારાને ક્ષણભંગૂર જીવન માટે સ્મશાન વૈરાગ્ય ઉભુ થાય છે. નનામીના ઉપરના શણગાર પરથી પુરુષ, સ્ત્રી કે સુહાગણ સ્ત્રીનું શબ છે તે ખબર પડે છે. શબને પવિત્ર કરી ગૌમૂત્ર-છાણના ચોકા પર તૈયાર કરવામા આવે છે. ત્યારબાદ નનામી પર શણગારીને બાંધવામાં આવે છે. શબને નનામી પર બાંધવુ એ પણ એક કળા છે. ક્યારેક નનામીમાંથી મડદુ બેઠા થયાના કિસ્સા સાંભળવા મળે છે. તેને કાંધ આપનાર ૪ જણ જોઇએ. સ્મશાન યાત્રામાં જોડાનાર ડાઘુઓ કહેવાય. આગળ દોણી લઇને દીકરો ચાલતો હોય. પાછળ સ્ત્રીઓ, રોકકળ સાથે છાતી કુટતી ચાર રસ્તા સુધી જાય. હવે ઉચકનારા ઓછા થઇ ગયા છે માટે ઘરના ઝાંપા અથવા ચાર રસ્તા સુધી શબ-વાહિનિ આવે છે જેમાં નનામીને સ્મશાન સુધી લઇ જવાય છે. હિન્દુ વિધિ મુજબ ભારતમાં નનામી શબ્દની આજુબાજુ અનેક લૌકીક વ્યવહાર કરવામાં આવે છે. જેનો ગરૂડપુરાણમાં ઉલ્લેખ છે. નનામીના દર્શન કરવાથી યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. જ્યોતિષમાં શબયાત્રાના દર્શન કરવા શુભ ગણાવ્યા છે. અર્થીને કાંધ આપવાથી પુણ્ય મળે છે. હવે તો દીકરી પણ નનામીને કાંધ આપે છે. સ્ત્રીઓ સ્મશાનયાત્રામાં પણ જોડાય છે. અગ્નિદાહ પણ આપે છે. મૃત્યુ-સંસ્કારમાં વાંસનો ઉપયોગ નનામી બાંધવામા કરવામા આવે છે પરંતુ લાશને અંતિમસંસ્કાર આપી, અગ્નિદાહ સમયે, વાંસને બહાર કાઢીને માત્ર લાશને જ ચિતા પર મૂકીને સળગાવવામા આવે છે. શાસ્ત્રોક્ત રીતે વાંસને સળગાવવાથી પિતૃદોષ લાગે છે. વૈજ્ઞાનિક રીતે જોતા વાંસમાં લૅડ હોય છે જે હવામાં ભળી લૅડ-ઓક્સાઇડ બને છે જેનાથી વાતાવરણ દૂષિત બને છે અને સ્વાસ્થય માટે હાનિકારક હોય છે. હવે તો ભારતમાં પણ નનામી લઇ જતી અંતિમયાત્રાનો અંત નજીક છે એમ કહી શકાય. જ્યારે બીજા દેશોમાં ફ્યુનરલ હોમવાળા શબને લઇ જાય છે. શબને કોફીનમાં સજાવીને મૂકવામાં આવે છે. સગા-વહાલા કહે તે દિવસે, જે તે સમાજના રીવાજ મુજબ શબ-પેટીમાં લઇ જઇને અંતિમક્રિયા કરવામાં આવે છે. શબને નનામી પર ખભે ઉંચકીને લઇ જવામાં આવતુ નથી. નનામી એટલે કુદરતની જપ્તી, બધું અહીં મૂકીને જવાનુ છે. જોડે કંઇજ નથી લઇ જવાનુ. માનવ તેનો સ્વભાવ પણ નનામી સાથે નથી લઇ જઇ શકતો. જીવન-પથ દરેક જણ પોતાની રીતે નક્કી કરી શકે છે પરંતુ મૃત્યુ બાદ દરેક વ્યક્તિનુ ગંતવ્ય એકસરખુ હોય છે. ‘રામ બોલો ભાઇ રામ’ના ઉચ્ચારણ સાથે આ છેલ્લુ વાહન જે મનુષ્યને વાજતે ગાજતે અંતિમ સ્થાને લઇ જાય છે. રામનુ નામ એટલેજ બોલાય છે કારણકે જીવને શિવમાં ભળવાનું હોય છે અને શિવ હંમેશા રામના ધ્યાનમાં બેઠેલા જોવા મળે છે. શિવને પામવા, રામનું નામ બોલે જ છુટકો છે. બાકી જીવતા માણસની તાકાત નથી કે નંબર પ્લેટ વગરની નનામી પર સવારી કરી શકે. બહુજ જુઝ માણસ ને ખબર હશે કે સ્મશાનમાં મ્રુતદેહ બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે. તો જાણો* *આપણા પુર્વજો રૂષિ મુનીએ આપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ.* *મુખ્ય વાત એમ છે કે જુના જમાનામા જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયા ને સપ્તપદી બોલાવીને મંગળ ના ચાર ફેરા ફેરવાતા્* *1 ધર્મ નો* *2 અર્થ નો* *3 કામ નો* *4 મોક્ષ નો* *મોક્ષમા સ્ત્રિ પોતાના પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે.* *જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે તે અગ્નિ બુજાવા નોતા દેતા,* *જાન પરણીને વિદાય થાય ત્યારે વર પક્ષ-વાળા તે અગ્નિ માટીના દોણામા ભરીને લઈ જતા, પછી પતરાના ચોરસા ફાનસ આવ્યા, અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો.* *જ્યારે જાન પરણીને ઘરે પહોચે ત્યારે તે અગ્નિમા એકાદ બે દેતવા જીવીત રહેતા તે દેતવા ઉપર છાણા નો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવતા તે અગ્નિમા રસોઇ પકાવી ને ખાતા પાછો અગ્નિ ચુલામા રાખથી ભંડારતા, સવારે પાછો અગ્નિ જીવીત કરતા તેમ આ જીવન ચાલતુ.* *જ્યારે માણસ મ્રુત્યુ પામે ત્યારે એજ અગ્નિ પાછો દોણામા ભરીને લઈ જવાય છે. અને તે જ અગ્નિથી અગ્નિ દાહ આપાય છે.* *મુત્યુ પછી ચાર વિસામા એને જ કહેવાય છે.* *ઘર આંગણે* *ઝાપા બહાર* *ગાયના ગોંદરે* *સ્મશાન* *ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ના આ ચાર વિસામા છે.* *એજ ચાર પ્રદીક્ષણા છે પગેથી પાછા વળવાની* *માટે જ કહેવાય,* *જીવ શિવ માં ભળી ગયો.* *તે શિવ-મય બની ગયો.* *શિવના ચરણ કદાપી ન ઓંળગી શકાય.* *જલ, થલ, અગન, આકાશ, પવન* *આ પાચ તત્વ પોત-પોતાના માં ભળી જાય છે, તેને ભગવાન માં મલીન થયા કહેવાય છે, હવે તેના દર્શન કરવા હોય તો શિવાલયે જવાનુ, દીવાના દર્શને એટલા માટે જ જાય છે,* *આત્મા અમર છે.* *જીવ મરતો નથી.* *જલ, થલ, અગન, આકાશ, પવન, પોત-પોતાનામાં ભળી જાય છે. તે જ્યાથી આવ્યો હતો ત્યાં* *અર્થ:* *માણસ મરતો જ નથી ફરક એ છે કે તમે જે રૂપમા જોયો હતો તે રૂપ હવે નથી.* *ભગવાન એટલે શું?* *ભ- ભુમિ* *ગ- ગગન* *વા- વાયુ* *ન- નીર* *મુખ્ય સાર:* *પ્રકુતી એજ ભગવાન* ?

TejGujarati