જામનગર સહિત રાજયના ઇન્ટર્ન તબીબોને ઘોર અન્યાય.14મી ડિસેમ્બરથી જામનગરમાં 850 ડોકટરો દ્વારા હડતાલનું એલાન.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જામનગર: જામનગર સહિત રાજયભરમાં મેડીકલ કોલેજ સાથે તેમજ દરેક શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઇન્ટર્ન તબીબો મોંઘવારીના યુગના ઓછા વેતનથી કામ કરી રહ્યાં છે. તેઓની પાસે તબીબી ડિગ્રી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તબીબી ડિગ્રી ન ધરાવતાં વિજ્ઞાનના સ્નાતકોને સરકાર ઉંચુ વેતન આપવામાં આપે છે પરંતુ આ ડિગ્રી ધરાવતા તબિબો સાથે સરકાર ઘોર અન્યાય કરી રહી છે. એવું જામનગરમાં આજે પત્રકારો સમક્ષ રેસિડેન્ટ ડોક્ટરોએ એ જણાવ્યું છે અને જો સરકાર તેઓની વાત સમજશે નહિં તો આગામી 14મી ડિસેમ્બરથી જામનગરના 850 થી 900 જેટલાં ઇન્ટર્ન ડોક્ટર સહિત રાજયભરના આ ડોક્ટર હડતાલ પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

TejGujarati