Skip to content
??????
લો, હવે જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો *રૂપિયા 1000નો* દંડ લાગશે ! આ જ વાત ઉપર ગુજરાતના નામી શાયરોની માફી સાથે આ મુશાયરો સાંભળો…
????
*બુકાની બાંધી ફરનારાનું*
*આ નગર છે દોસ્તો,*
*બુકાની ખોલીને ચાલું*
*તો દંડ હજારનો લાગે છે !*
(માફી : મનોજ ખંડેરીયા)
????
*રસીદ ફાટ્યા પછી*
*એટલું સમજાય છે,*
*ચહેરાની કિંમત નથી*
*કેવળ માસ્કથી બચાય છે !*
(માફી : રાજેન્દ્ર શુક્લ)
????
*મારી હસ્તી મારી સામે*
*એ રીતે હણાઈ ગઈ,*
*છતે ઉઘાડે ચહેરે*
*રસીદ એક કપાઈ ગઈ !*
(માફી : ઓજસ પાલનપુરી)
????
*બધો આધાર છે*
*હવાલદારના જોવા પર,*
*સસ્તામાં નથી મળતા*
*માસ્ક પહેર્યાના પુરાવા !*
(માફી : મરીઝ)
????
*જઈ શકું હું કઈ રીતે*
*માસ્કને ‘પહેર્યા’ વગર,*
*નગ્નતાનો દંડ છે*
*આજે કંઈક હજાર ઉપર !*
(માફી : મનહર મોદી)
????
*તફાવત એ જ છે તારા*
*અને મારા વિશે, પોલીસ,*
*તું રસીદો ફાડે છે*
*હું મારું ખિસ્સું સાંધુ છું !*
(માફી : અમૃત ઘાયલ)
????
*લુંટાયા બેફામ સૌ મારા*
*નગરમાં એ જ કારણથી,*
*હતો મારો જ ચહેરો*
*ને મારી બુકાની નહોતી !*
(માફી : બેફામ)
????
*માસ્કને ઇસ્ત્રી કરી*
*મેં સાચવી રાખ્યા ’તા*
*ક્યાંક અણધાર્યા પ્રસંગે*
*મોં છુપાવવાનું થાય તો !*
(માફી : અનિલ ચાવડા)
???
મન્નુ શેખચલ્લી