સરસ્વતીનો પ્રેમભંગ. – આખરી એ મુલાકાત જો ના મળે, જીંદગીભર પછી વસવસો તો કળે.- © દેવેન ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

સરસ્વતીનો પ્રેમભંગ

આખરી એ મુલાકાત જો ના મળે,
જીંદગીભર પછી વસવસો તો કળે.

ઘુમશું રાસ ગરબા મળી સાથ ને,
દેખવા પણ ફરી ના મળે, તું છળે?

ટાળવા જે ઘડી ચાહ તારી હતી,
એ ઘડી ક્યાંય મારી ફરી ના મળે.

મોસમો સર્વદા આવશે ને જશે,
એ પછીની મુલાકાત તો ના ફળે.

એક એ વાત જે તેં કરી છે નહીં,
તું જ કર વાત તે, દિલ હજી ટળવળે.

મૌનમાં વાત તો તું કરે તે છતાં,
મૌનમાં વાત મારીજ તું ના કળે?

મિત્રતા દુશ્મની મ્હોરની બાજુ બે,
વાતને વાયરે વાત જાય! શું ટળે?

આવ તું છદ્મવેશે છતાં ના છળે,
તીરછી આંખથી દેખ ને! શું ફળે?

– © દેવેન ભટ્ટ (૨૯/૧૧/૨૦૨૦)
(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

TejGujarati