હોય છે
સાંજ વેળા વ્યોમ પણ કેવું દમામી હોય છે?
અસ્ત થાતાં આદિત્યને એ સલામી હોય છે
ભીંતડામાં સ્મૃતિઓની રેખ દોરી હોય છે
જિંદગીનાં ઈતિહાસો ત્યાં તમામી હોય છે
આંખ ભીની લાલ, હાથે સોળ પડ્યાં હોય છે
બાળકોની નાપસંદી પણ ઇનામી હોય છે
ફોફળો, ને માંય કાથો કાનપૂરી હોય છે
હાલ સાથે પાન મઘમઘતું કિમામી હોય છે
વાત ખૂટે ના છતાં પણ રાત ખૂટી જાય છે,
આંખથી બોલાય છે એ વાત તમામી હોય છે.
– © દેવેન ભટ્ટ (૦૬/૧૨/૨૦૨૦)
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)