કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની માંગ સાથે રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની માંગ સાથે રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે
કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

અનાજ શાકભાજી બજાર અર્થાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી નાબૂદ કરવાથી કૃષિ પેદાશ ખરીદી વ્યવસ્થા
સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

સરકાર ખેડૂત વિરોધી છે.

રાજપીપળા,તા૪

કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલીક રદ કરવાની મંગ સાથે રાજપીપળા ખાતે નર્મદા કેંગ્રેસે
રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા. પ્રદેશના
મંત્રી હરેશ વસાવા,નર્મદા કોગેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, કાર્યકારી જિલ્લા પ્રમુઝ નિકુંજ પટેલ, ઉપપ્રમુખ જયંતિ
વસાવા, ઇન્તીયાઝ કાદરી સહીત કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતીમાનિવાસી કલેકટરને આવેદન આપ્યું
હતુ. અને પ્લેકાર્ડના સૂત્રો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ.
આવેદનમાં જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકારે કૃષિ સંબધીત ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૧૨ કરોડ અન્નદાતાઓને
મુઠીભર મૂડીપતિના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. આ કાયદો
પસાર કરાવી લેતા દેશના કીસાનો, ખેતમજૂરી, મંડીના શ્રમીકો, કર્મચારીઓ, નાના ટ્રાન્સપોર્ટર્સ સહીત કરોડો
લોકોના ઉમ વિરોધ વંટોળ ભભુકી ઉઠયો છે. આજે દેશભરમાં કરોડ કિસાનો. મજૂરો અને ૨૫૦થી વધુ કિસાનસંગઠનો કાળા કાયદામાં પરિણમેલ ત્રણ વિધાયકીકૃષિ ઉપજ વ્યાપાર અને વાણીજ્ય વિધ્યક ૨૦૨૦,(૨) કિસન
કિંમત બાહેંધરી અને કૃષિ સેવા પર કરાર વિધયક-૨૦ તથા ૩) આવશ્યકચીજવસ્તુઓ સુધાર) વિધેયક-૨૦નો
ચોમેરથી વિરોધ થઇ રહયા છે.
જેમા સૌ પ્રથમ અનાજ શાકભાજી બજાર અર્થાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી નાબૂદ કરવાથી કષિ પેદાશખરીદી વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. ખેડૂતોને લઘુતમ સમર્થન મૂલ્ય મળશે નહી એનાથી સૌથી મોટુનુકશાન થશે.તથા બજાર સીસ્ટમ નાબુદ થવાથી અનાજ શાકભાજી બજારો કરતા લાખો કરોડો મજુરો મુનીમો,
ટ્રાન્સપોર્ટર્સ, વિક્રેતાઓની રોજીરોટી અને આજીવી કાછીનવાઇ જશે. એનાથી રાજ્યોની આવકનુ મુખ્ય સ્ત્રોત પણખતમ થઇ જશે
આવિધયકો દ્વારા ખેડૂતોને કોન્ટેક્ટ સિસ્ટમમાં ફસાવીને તેમને પોતાની જ જમીનમાં માત્ર ખેતમજૂર બનાવી
દેવાનો ઇરાદો છે,

જ્યારે દિલ્હીની સિંધુ અને બોર્ડર પર હજારો ખેડૂતો એકઠા થયા છે. અને સરકાર સામે પ્રદર્શન કરી રહયા છે
અને સરકાર તરફથી વાતચીતનો પ્રસ્તવ ઠુકરાવી દીધો છે. ખેડૂતો પાકીસ્તાની નથી. સરકાર તેમની સાથે ચર્ચા કરે.
ખેડૂતોને આંદોલન કરવું પડે એ દેશની કમનસીબી છે. ઠંડીમ વોટરકન ચલાવવાના કે બેરીકેડથી લઇને ગર્ડરો દ્વારા ખેડૂતોને દીલ્હીમાં પ્રવેશતા રોકવાના ભાજપાના પગલાને વખોડી કાઢયો હતો. અને ભાજપા
સરકાર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા

TejGujarati