મહારાષ્ટ્રના સોલાપુરના શિક્ષકને વાર્કી ફાઉન્ડેશનના ટોપ ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020નો દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષકનો પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતીય શિક્ષક ને મળ્યો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે દુનિયામાંથી મહારાષ્ટ્રનાં રણજીત સિંહ ડિસલેની પસંદગી કરવામાં આવી.

શિક્ષક કભી સાધારણ નહી હોતા

પુરસ્કારની સાથે રણજીત સિંહ ડિસલેને 7 કરોડ રૂપિયાનું ઇનામ મળતા શિક્ષક કરોડપતિ બની ગયો.

શિક્ષક કભી સાધારણ નહી હોતા.. ચાણક્ય નાં વાક્યને મહારાષ્ટ્રનાં એક નાનકડા ગામની પ્રાથમિક શાળાનાં શિક્ષકે દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષકનો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ને ભારતને અને મહારાષ્ટ્ર ગૌરવ અપાવ્યું છે.
આજકાલ હાઈફાઇ અને તમામ સુવિધા વાળી આધુનિક સ્કૂલોમાં ઉત્તમ

પ્રકારનું શિક્ષણ અપાય છે. પણ ગ્રામ્ય વિસ્તાર નીએવી પણ શાળાઓછે જેમા ઓછી સુવિદ્યાઓની વચ્ચે પણ ઉત્તમ શિક્ષણ આપી શકાય છે. વર્ગખંડો ની અંદર પાઠ્ય પુસ્તીક્યુ જ્ઞાન ને બદલે બાળકો ને જીવન શિક્ષણ સારા સંસ્કાર અને ચારિત્ર ઘડતરનાં પાઠો પણ ઉત્તમ રીતેશિખવાડાય છે. ખાસ કરીને કોરોના જેવી મહામારીમા પણ જીવના જોખમે બંધ શાળાઓની વચ્ચે પણ અને ઇન્ટરનેટની સુવિધા વગર પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપનારા શિક્ષકો ની સંખ્યા પણ ઓછી નથી. ત્યારે આવા જ એક મહારાષ્ટ્ર નાં શિક્ષકને

દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષકનો પ્રતિષ્ઠિત એવોર્ડ અપાયો ત્યારેફરી એક વાર ચાણક્ય ની વાત સિધ્ધ થઈ કે શિક્ષણ કભી સાધારણ નહી હોતા.

હા,પહેલી વખત કોઇ ભારતીય ને દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષક હોવાનું સમ્માન પ્રાપ્ત થયું છે.એ ખરેખર દરેક ભારતીય શિક્ષક માટે ગૌરવ કહી શકાય.

આવું ગૌરવ બીજા કોઈએ નહી પણ મહારાષ્ટ્ર નાં નાનકડા એક પ્રાથમિક શાળાના શિક્ષકને મળ્યુ છે. જેઓનું નામ છે.

રણજીત સિંહ ડિસલે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની પરિષદ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીત સિંહ ડિસલેને દુનિયાનું સર્વશ્રેષ્ઠ સન્માન મળ્યું છે. ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે દુનિયામાંથી રણજીત સિંહ ડિસલેની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડની સાથે સાથે પ્રાથમિક શાળાનો આ સામાન્ય શિક્ષક કરોડપતિ બની ગયો છે. ગ્લોબલ ટીચર પુરસ્કારની સાથે રણજીત સિંહ ડિસલેને 7 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા છે.

આવું પહેલી વખત બન્યું છે કે કોઈ ભારતીયને સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હોય.

હા,મહારાષ્ટ્રના સોલાપુરના શિક્ષકને વાર્કી ફાઉન્ડેશનના ટોપ ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020નો એવોર્ડ મળતા એક મિલિયન ડૉલર એટલે કે રૂ.7.40 કરોડનો એવોર્ડ મળ્યો છે.

.જેની લંડનથી અધિકૃત જાહેરાત થઈ છે.

સોલાપુર જીલ્લાના પારીઠેવાડીની જીલ્લા પરિષદ સ્કૂલમાં ભણાવતા શિક્ષક રણજીતસિંહ દિસાળેને આ એવોર્ડ મળ્યો છે.

તેમણે એજ્યુકેશનમાં ખરેખર કાયાપલટ કરી છે, જેમાંતેમણે ક્યુઆર કોડ્સ અને અન્ય નવી ટેકનોલોજીનો વપરાશ કર્યો છે. પરિણામે નપાસ થનારા બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાસ કરીને છોકરીઓને વિશેષ ફાયદો થયો છે. આ એવોર્ડ માટે વૈશ્વિક સ્તરે 10 શિક્ષકોની પસંદગી થઈ હતી, જેમાંથી દિસાળેની પસંદગી કરવામાં આવી છે.

જીટીપીની અધિકૃત વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે, રણજીતસિંહ દિસાળેની કામગીરી નોંધપાત્ર છે. તેમના ગામમાં આજદિન સુધી એક પણબાળ વિવાહ થયા નથી, સ્કૂલમાં છોકરીઓની હાજરી 100 ટકા છે. તેમની સ્કૂલને જીલ્લા સ્તરે બેસ્ટ સ્કૂલનો એવોર્ડ મળ્યો હતો. કારણ કે સ્કૂલના 85 ટકા વિદ્યાર્થીઓએ ‘એ’ ગ્રેડ મેળવ્યો હતો. ગામની એક દિકરીયુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ પણ થઈ છે, જે રણજીતસિંહના આવતા પહેલા અસંભવ કહેવાતુ હતું.

યુનેસ્કો (UNESCO) અને લંડન (London) સ્થિત વર્કી ફાઉન્ડેશન (Varkey Foundation) દ્વારા અપાતા ગ્લોબલ ટીચર પ્રાઇઝની જાહેરાત 3 ડિસેમ્બરના રોજ થઇ હતી. સોલાપુર જિલ્લાના પતિતેવાડી ગામ (Paritewadi village)માં શાળાના શિક્ષક રણજીતસિંહ ડિસલે એ આ પુરસ્કાર જીતી લીધો. લંડનના નેચુરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં સંપન્ન થયેલા સમારંભમાં સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સ્ટીફન ફ્રાય એ આ પુરસ્કારની જાહેરાત કરી હતી.

આ સમારંભ વર્ચુઅલ આયોજીત કરાયો હતો.

દુનિયાના 140 દેશોના 12 હજારથી વધુ શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોરોનાની મહામારીની વચ્ચે ગામના બાળકોએ અભ્યાસ ચાલુ રાખવા અને છોકરીઓને શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે તેમને આ પુરસ્કાર મળ્યો છે. વિધ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને ભારતમાં ત્વરિત-પ્રતિક્રિયા (QR) કોડિત પાઠ્યપુસ્તક ક્રાંતિને ગતિ આપવાના પ્રયાસોના લીધે રણજીત સિંહને આ ઇનામ મળ્યું છે

અત્રે ઉલ્લેખનીયછે કે 2014મા વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયાભરમાંથી 10 ફાઇનલિસ્ટ પસંદ કરાયા. આ પુરસ્કાર એવા વિલક્ષણ શિક્ષકને અપાય છે જેમણે પોતાના શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય.મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી તેમજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ આ ઉપલ્બધિ માટે અભિનંદન આપ્યા છે.

જોકે રણજીત સિંહ ડિસલેએ ઇનામી રકમમાં 50 ટકા રકમ અંતિમ તબક્કા સુધી પહોંચાડનાર 9 બીજા ટીચર્સની સાથે વહેંચવાની જાહેરાત કરી છે. તેના લીધે હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશીપ દ્વારા અભ્યાસ કરવાની તક મળશે.

કન્યા શિક્ષણ અને ક્વીક રિસ્પોન્સ પાઠ્યપુસ્તક ક્રાન્તિને વેગવાન બનાવવા માટે રણજિત સિંઘને આ પુરસ્કાર જાહેર કરાયો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં કરેલા માતબર પ્રદાનની નોંધ લેવાઇ હતી.

અને પોતેએક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પણચલાવે છે .જેમાં શિક્ષકો જોડાઈ શકે. તેમની આ

ઉમદા સેવા બદલ તેને આ પુરસ્કારથી

સન્માનિત કરવામાં આવ્યા છે. ડિસલેને

મળેલા ૧૦ લાખ પાઉન્ડમાંથી તે ૪૦-૪૦

હજાર પાઉન્ડ ઈટાલી, બ્રાઝિલ, વિયેતનામ,

મલેશિયા, નાઈજીરિયા, દક્ષિણ આફ્રિકા,

દક્ષિણ કોરિયા, અમેરિકાનાં એ શિક્ષકોમાં

વહેચશે જેમણે ટોચના ૧૦માં સ્થાન

બનાવ્યું છે.

શિક્ષણ હમેશા વેચવાની નહી પણ વહેચવાની પ્રક્રિયા છે.તેઓ જ્ઞાન

વહેચવામાં વિશ્વાસ ધરાવે છે. અને એટલે જ તેમણે

પોતાના પુરસ્કારની અડધી રાશિ ટોચનાં ૧૦

સ્થાનોમાં આવેલા શિક્ષકોમાં વહેચવાનો

નિર્ણય લીધો છે. ડિસલેએ સુનિશ્ચિત કર્યુ હતું કેછોકરીઓ શાળામાં આવી શકે અનેબાળવિવાહ જેવા દૂષણનો ભોગ ન બને. આસાથે જ તેણે છોકરીઓનાં સારા પરિણામો

આવે તે માટે પણ વિશેષ પ્રયાસો કર્યા હતાં.આ ઉપરાંત તેઓ ૮૩ દેશોમાં વિજ્ઞાન ભણાવેછે. એ બહુ મોટી વાત છે.આપણે સૌ ભારતવાસીઓઆ શિક્ષક માટે ગૌરવ અનુભવીએ. અને શિક્ષકો એમની પાસેથી પ્રેરણા મેળવે એવી આશા સાથે શુભેચ્છા પાઠવીએ.અસ્તુ

-દીપક જગતાપ

TejGujarati