સતનામ વાહેગુરૂ ? ૭૭ મી નિર્વાણતિથી(તા. ૨૩/૧૧/૨૦૧૯) પ.પુ.સંતશિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ શ્રી દેવીદાસબાપુના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

?સતનામ વાહેગુરૂ ?

૭૭મીનિર્વાણતિથી(તા૨૩/૧૧/૨૦૧૯)શનિવારે

પ.પુ.સંતશિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ શ્રી દેવીદાસબાપુ ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ ?? ??????????

સંત સપુત અને તુંબડા ત્રણેનો એક સ્વભાવ,

ઈ તારે પણ બોળે નહીં એને તાર્યા ઉપરભાવ.

સંત ન હોત સંસારમે તો જલ જાત બ્રહ્માંડ,

પછી જ્ઞાન કેરી લહરસે ઠારત ઠામ.

સંત સગા કા ગુરૂ સગા અંત સગા એક રામ,

તુલસી વહ જીવકો તીનો ઠોર વિશ્રામ.

#જયઉદાસીપ્રેમદાસબાપુ

#જયધુણાવાળા

મિત્રો આજે મારે એક વિરલ સંત વિભુતી ની વાત કરવી છે

મુ. આદસંગ તા. રાજુલા જી. અમરેલી.

આદસંગ ગામે પ. પૂ. પ્રેમદાસબાપુ નો આશ્રમ છે

બાપુ ના જીવન કવન ની થોડી વાત કરવી છે

“જીવન જોબન રાજ ધન

અવિચળ રહે ન કોઈ

જો ઘડી જાય સત્સંગ મે

જીવનકા ફલ સોઈ “

?? સતનામ વાહેગુરૂ ??

દેવીદાસબાપુએ ગીર પિયાવા મોજ મઢીએ ઘૂણો ચેતાવ્યો અને ઉદાસી પંથ શરુ કર્યો.

ગીર ઈશ્ચવરીયાના દરબાર ઓઘડવાળા અને ઘૂનાવાળી

મોણપરીના નથુભગત બાપુના મુખેથી સત્સંગ વાણી ઝીલવા લાગ્યા.ભક્તો અને સંતોના ઉતારા થવા લાગ્યા. ઘણીવાર દેવીદાસબાપુ ઈશ્ચવરીયા ઓઘડવાળા ને ત્યા આવતા.

ઓઘડવાળા પણ પોરસેલ, ઉદાર અને સાહિત્ય પ્રેમી હતા એમની આ સાહિત્ય પરત્વેની લાગણીને કારણે એમના બારોટ મેંદરડા પાસેના ચિરોડા ગામના વતની રાણીંગ

બારોટનો આવરો જાવરો ખુબ રહેતો રાણીંગ બારોટ પ્રખર સાહિત્યકાર અને વાર્તાકાર હતા. તેમની વાતો સાંભળવા દુર દુરથી લોકો આવતા. તેઓ સિતાર પણ સરસ વગાડતા.

રાણીંગ બારોટ ના બચપણથી જ તેમના માતાપિતા સ્વર્ગવાસ કર્યો હતો. એટલે તેઓ બાબરીયાવાડમા તેમના મોસાળમા મોટા થયા હતા. જોગમાયા જીભે બેઠેલા હૈયામાં અખંડ દીવા ઝગે. રાણીંગ બારોટ સિતાર બજાવે એટલે ઠીકરી નાચે.

ઈશ્ચવરીયા દરબાર ઓઘડવાળાએ રાણીંગ બારોટ ને ઈશ્ચવરીયા તેડાવેલા અને વર્ષાસન બાંધી આપેલ. પણ રાણીંગ બારોટનો સ્વભાવ વધારે તેજ, સિતાર વગાડે, વાર્તા માંડે, પાંખાળા દુહા બોલે પણ ખીજ એટલી હદે કે ફર્ય નો કહેવાય. ઘણા સાથે કજીયા કરે, ગામમાંથી ફરીયાદ પણ આવે. છતા ઓઘડવાળા કાંઈ કહેતા નહીં. તે એમ ધારતા કે જો ઠપકો આપીશ તો તે જતા રહેશે અને સાહિત્યની મઝા બગડી જશે.

એવામાં એકવાર પ્રભાતને પહોર ભગવાન સુર્યનારાયણ પૂર્વ દિશામાં તેજ કિરણો પાથરતા આગળ વધી રહ્યા છે એવા ટાણે રાણીંગ બારોટ ગઢમાં આવ્યાં. જળની ઝારી લઈને દરબાર દાંતણ કરે છે. રાણીંગ બારોટ સિતારના તાર ઉપર ટેરવાં ચડાવ્યા અને પ્રભાતી ઉપાડી.

પ્રભાતી પુરી થઈ એટલે ઓઘડવાળા એ કહ્યું બારોટ! આ બધુ તમે બોલો છો પણ પાળો છો કેટલુ? રાણીંગ બારોટ એટલે રીંહનુ ઝાળુ આગમાં જાણે ધી હોમાણું, પોતે ઉભા થઈ ગયા. ગઢને પગથીએ સિતાર પછાડી કટકા કર્યો અને હાલી નિકળ્યા. સીધા આવ્યા મોજ મઢીએ. દેવીદાસબાપુ અવારનવાર ઈશ્ચવરીયા આવતા, એટલે ઓળખાણ ખરી રાણીંગ બારોટ ને જોતા એના ક્રોધને ઓળખી ગયા અને કહ્યું આવ “બાઝીયા”!

આ સાંભળી રાણીંગ બારોટ બાપુને પગે પડીગ્યા “બાપુ દિક્ષા આપો ભક્તિ ની ભીખ આપો”. દેવીદાસબાપુ કે હજુ સમય નથી પાકયો, સમય આવશે ત્યારે સામેથી કઈશ.

આ બાજુ રાણીંગ બારોટ રિસાઈને ગયા એટલે ઓઘડવાળા ને પસ્તાવો થયો બારોટજી ની ભાળ મેળવી મઢીએ આવી ને કહ્યું.

બાપુ બારોટજી ને સમજાવો, દિકરીયુ નાની છે, કુટુંબ કેમ નભશે?

બાપુએ રાણીંગ બારોટ ને સમજાવી ઈશ્ચવરીયા મોકલ્યા. પણ ચાર છ મહિને રાણીંગ બારોટ ના પત્નીનો સ્વર્ગવાસ થતા, પોતાની બેય દિકરીઓને મોસાળમા મુકી. પોતે મઢીએ આવી બાપુની સેવા કરવા લાગ્યા. પુરા અગિયાર વરસ બાપુની સેવા કરી. પણ બાપુ “બાઝીયા “સિવાય બોલાવતા નથી.

હવે અંતરમાં ક્રોધ નુ તણખલુ પણ રહ્યુ નથી. ત્યારે એક દિવસ બાપુએ કહ્યું “બારોટ! તારો ભકિત ઘડો હવે પાકયો છે, હવે બદ્રીનારાયણ જઈ દીક્ષા ગુરુ મંત્ર આપવો છે”

બધી તૈયારી થઈ. ધૂનાવાળી મોણપરીથી નથુ ભગત સાવલીયા, જામકા દરબાર રામભાઈ, દેવીદાસબાપુ અને રાણીંગ બારોટ એમ ચાર જણા યાત્રાએ હાલી નીકળ્યા.

બદ્રીનારાયણ જઈ દેવીદાસબાપુએ રાણીંગ બારોટ ને દીક્ષા આપી તેમા કોથળાની કફની, એક ચીપયો, એક નાળિયેરની કાછલી, હાથમાં દઈ ” પ્રેમદાસ” નામ આપ્યું, કોઈ શિષ્ય કરવો નહીં એવો ઉપદેશ આપ્યો અને પ્રેમદાસજીને ત્યાં જ છોડી ત્રણેય યાત્રાળુ પાછા ફર્યા.

પ્રેમદાસે યાત્રા શરૂ કરી. ગંગોત્રી, જમનોત્રીમાં ઉઘાડા પગે ચાલીને પગના ખોભળા ઉતરી જાય ત્યાં સુધી સાધના કરી. યાત્રા પૂર્ણ કરીને પીયાવા આવ્યા. બાપુ ને પ્રણામ કરી ત્યાથી નીકળી ગયા. સરલનેસ પાસે મછુંદ્રીના પાટ એવી રૂપાપાટની જગ્યાએ એક ઝાડ નીચે ગુફામાં રહ્યા. પોતે ખાલી એક શીલા રાખે એટલે ભજન કરવામાં અડચણ પડે નહીં. આમ બાર વર્ષ સુધી ભજન કર્યું. સમાધી યોગ પુર્ણ કરી પર્યટને નિકળ્યા. ત્રણ દિવસથી વધારે ક્યાય રોકાવું નહીં એમ નક્કી કરી વિચરતા. અનાજ લેતા નહી, તેમણે પહેલો ધુણો બોખડીયાના નેસ નાખ્યો.

બીજો ધૂણો તુલસી શ્યામ પાસે ખજુરિયાના નેસ નાખ્યો.

ત્રીજો ધૂણો ડેડાણ પાસે જામકા ગામે નાખ્યો. ચોથો ધૂણો મીંઢાના નેસ નાખ્યો, જંયા બાપુ રહે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ના ઢગલા થાય. પણ બરાબર જમાવટ થાય એટલે સ્થાન છોડી દે. આમ ઘણા ઠેકાણે ફર્યા અન્નક્ષેત્રો પણ બાંધ્યા.

જ્યારે બાપુનો પહેલો ધૂણો બોખડીયાના નેસ હતો ત્યારે ત્યાં ચારણોના બારોટ આવ્યા. બાપુને ધૂણે આવી છંદો, કવિતા અને સાહિત્ય સંભળાવ્યું.

એક દિવસ બાપુએ બારોટોને વાળુ કરવાની તાણ કરી અને બેસાડયા પણ જગ્યા મા કોઈ ને જાણ કરી નહી. યજમાનો હંમેશાના નિયમ મુજબ બારોટોને વાળુ કરવા બોલાવા આવ્યા. ત્યારે બાપુએ કહ્યું આજ બારોટ મારા મેમાન છે.

એટલે તમારે સૌએ વાળું અહીં કરવાનુ છે બારોટોને થયું બાપુએ કોઈ ને જાણ કરી નથી અને આ પંદર વિસ જણને કંયાથી જમાડશે? વાળું ટાણુ થયુ એટલે જેટલા માણસો હતા તેટલી થાળીયુ દરેક ની મનગમતી વાનગી સાથે હાજર થઈ ભોજન એટલું સ્વાદિષ્ટ હતુ કે જમનાર નવાઈ પામી ગયા.

શાણા વાંકીયા ના જીવીઆઈ માઁ કાઠીયાણી. સંસ્કાર શુદ્ધ ભકિત ભાવ વાળા હતા. ત્યા ગઢમાં ધૂણો નાખી ત્રણ દિવસ રોકાયા. (હાલ મેરામભાઈના ગઢમાં આ ધૂણો મોજુદ છે)

અને છેલ્લે બાપુ આદસંગ ગામે પધાર્યા ત્યારે ગામ લોકો એ કહ્યું.

“બાપુ આ ટીંબો ન પાણીયો છે. અહીં ધૂણો નાખી શું કરશો?”

બાપુ કે “શ્યામ પાણી આપશે”

આદસંગ ગામના ભગવાન પટેલ બાપુની સેવા કરતા. એટલે એક ખેતરમાં ઝૂંપડી બનાવી બાપુએ ધૂણો ચેતાવ્યો. એક કુવો ગળાવ્યો. ટોપરા જેવું પાણી આવ્યું. પછીતો ગામમાં બીજા કુવામાં પણ પાણી થયું.

ભગવાન પટેલને કહ્યું.” “ભગવાન! જંયા લગી ધૂણામાં દેતવા રહે ત્યાં લગી ઉદાસી અહીં છે તેમ માનજે “

નાગેશ્રી દરબાર નાજભાઈ વરૂ કે જેમની ઉંમર વીસ બાવીસ વર્ષની છે. જેને સવાર સાંજ બાપુના ધૂણે (નાગેશ્રી બગીચામાં ધૂણો છે) ધૂપ દીપ કરવાનું નીમ હતુ અને બાપુને ખુબ માનતા.

અગમકળાના સંતો ક્યારે ભાગ્ય આડેથી પાંદડું ખસેડી મુકે તે કહેવું કઠીન છે. પણ નાજભાઈ ને પ્રત્યક્ષ અનુભવ થયો કે એક દિવસ બાપુના ધૂણામાંથી ગેબી અવાજ સંભળાયો. નાજભાઈના મનમાં દ્રઢ વિશ્વાસ હતોજ એમા આ પ્રસંગ બન્યો. એટલે દ્રઢતાની પરાકાષ્ઠા બળવતર બની. અને પોતે ગામમાં આવવાની ચોખ્ખી ના પાડી દીધી.

બાપુ પાસે જઈને કહ્યું “મને દીક્ષા આપો હવે આ સંસાર અસાર લાગે છે. જો મને કંઠી નહીં બાંધોતો દેહ ત્યાગ કરીશ”

બાપુએ વિચાર કર્યો “ગુરૂ આજ્ઞા નથી. એટલે કંઠી કેમ બંધાય?” જવાબ વાળ્યો કે “તમે માગશર સુદી પુનમને દિવસે આદસંગ આવજો.”

ભગવાન પટેલને કહ્યું. મારે કાયા કલ્પ કરવો છે તમે બે ચાર જણા મારૂ શરીર સાચવજો, હું તમને છ મહિના નિદંર ન આવે એવો મંત્ર આપીશ. પછી બાપુએ યોગ સાધના શરૂ કરી.

પછી બાપુ ડેડાણ ના પ્રેમચંદશેઠ ને ત્યાં અને બાપુએ કહ્યું “શેઠ શરીરમાં કળતર આવી ગઈ છે. હવે આત્મા ઉચાળા ભરવાની તૈયારી કરે છે. પ્રેમચંદશેઠે આદસંગ સમાચાર મોકલ્યા દસ પંદર જણા ડેડાણ પહોચી ગયા. ભગવાન પટેલે ગાડું ભાડે કર્યું સૌ ડેડાણ થી આદસંગ આવ્યા. બાપુ બોલ્યા” ભગવાન! કાલે બાર વાગે મારે જવાનું છે! ગળા સુધીની સમાધિ ગળાવજે એક ગોળો લાવી ઠીબડી કરી માથા ઉપર મુકી દેજે અને પછી માથે માટી વાળજે”.

ભગવાન પટેલ કે “બાપુ! તમે કાયાકલ્પની વાત કરતા હતા ને આમ ઓચિંતા પરિયાણ કેમ કર્યું?.”

“પટેલ! જેવી ઈશ્ચવરની મરજી, હવે રામની રજા નથી “

બીજે દિ ‘બધા કામમાં લાગી ગયા, સમાધિ તૈયાર કરે છે. કોઈ ગામમાં ચીજ વસ્તુ લેવા ગયા છે. બાપુ ધૂણા પાસે આવ્યા બે વાર સીતારામ બોલી પલાંઠીવાળીને બેઠા જીવ બ્રહ્મ રંદ્ર મા ચડાવી દીધો. થોડીવારે ભગવાન પટેલ આવ્યા. શરીર તપાસ્યુ અને માન્યું કદાચ બાપુ સમાધિ યોગમાં બેઠા હશે. બે ત્રણ કલાક રાહ જોઈ પછી ગળાવેલી સમાધિમાં બેસારી જય સિયારામ બોલી માટી વાળી દીધી.

સૌને વહમુ લાગ્યું પણ બાપુ ઈચ્છા એવી હતી એમા કોઈનું શું ચાલે?

વિ. સં. ૧૯૯૯ના વરસે કાર્તિક વદી ૧૨ ને દિવસે બાપુએ જીવતા સમાધિ લીધી. (ચેતન સમાધિ) બરોબર માગશર સુદ પુનમને દિવસે નાજભાઈ વરૂ આદસંગ આવ્યા. ભગવાન પટેલે આવકાર આપી સમાચાર દીધા કે બાપુએ સમાધિ લીધી. નાજભાઈ વરૂને ઘણું દુઃખ થયું. રાત રહ્યા વહેલી સવારે સ્નાન કરી. બાપુની સમાધિને પગે લાગી પોતાના રાજવંશી કપડા ઉતારી બાપુની કફની પહેરી લીધી. કાચબો જેમ પોતાના અંગો સંકેલી લ્યે એમ માયા સંકેલી લીધી. “બાપુ એ ભલે મને દિક્ષા ન આપી, કંઠી ન બાંધી પણ મને વચનતો આપ્યું હતું”

ભગવાન પટેલ આવ્યા તેણે નાગેશ્રી તથા ખોડિયાણા સમાચાર મોકલ્યા બેય ગામથી સગા વ્હાલા આવ્યા. નાગેશ્રી થી ભીમબાપુ અને દેવાતબાપુ આવ્યા સૌ સગા ભેગા થઈ નાજભાઈ વરૂને સમજાવે છે ત્યારે નાજભાઈએ કહ્યું.

” બાપલા આપણા ખોરડે જતિ અને સંત જન્મતા આવ્યા છે. આપણે તો હનુમાનવંશી કહેવાઈએ મને સૌ રાજી થઈ રજા આપો.”

ત્યારે સૌ કહેવા લાગ્યા.

“એમા કાંઈ ભગવા પહેરવાની જરૂર નથી. ભક્તિ અને સેવા ઘર બેઠા પણ થઈ શકે.” આમ સમજાવી પાછા નાગેશ્રી લાવ્યા ત્યારથી નાજભાઈએ સાધુ, સંતો ને ટુકડો શરૂ કર્યો અને જીવનભર ભજન કર્યું.

હાલ નાગેશ્રી મા નાજબાપુના પુત્ર દાદાબાપુ અને એનો પરિવાર પણ સંત ભક્તોને સેવા ભક્તિ થી પોતાનું જીવતર ઉજાળી રહ્યા છે.

ઉદાસી બાપુ પ્રેમદાસબાપુ એ સમાધિ લીધા પછી આજ ૭૭ વર્ષ થયા હજુ તેમના ધૂણાનો અગ્નિ ચેતન છે. બાપુના પરચા લોકોમા ઘણા પ્રચલિત છે.

સંત મિલન કો જાઈએ

તજ માન મોહ અભિમાન,

જંયુ જંયુ પાંવ આગે ધરો

કોટિક યજ્ઞ સમાન.

મુ.આદસંગ તા. સાવરકુંડલા જી. અમરેલી

??ૐ નમો નારાયણ ??

સંકલન&સંપાદક =#કેશુભાઈ_માનસંગભાઈ_બારોટ

પ્રસ્તુતી®D.K.BAROT

9974861561

TejGujarati