પ્રદૂષણ ઓકતા એકમોને તાત્કાલિક અસરથી કડક પગલા ભરવા તથા સ્થળ તપાસ માટે સમય ફાળવવા બાબત.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

પ્રતિ,શ્રી
માનનીય કલેકટર અને મેજિસ્ટ્રેટ
ભુજ.
કચ્છ.

વિષય- પ્રદૂષણ ઓકતા એકમોને તાત્કાલિક અસરથી કડક પગલા ભરવા તથા સ્થળ તપાસ માટે સમય ફાળવવા બાબત.

જય હિંદ,
આપના નેજા હેઠળનાં કચ્છનાં ગાંધીધામ,ભચાઉ, અંજાર અને મુન્દ્રામાં આવેલ સ્ટીલ પ્લાન્ટ, કેમિકલ, ખાદ્ય તેલનાં કારખાનામાંથી નીકળતાં પોલ્યુશન ઓકતા રોકાતા નથી. જેમાં ભચાઉ તાલુકામાં આજુબાજુના ગ્રામ વિસ્તારોમાં આવેલ સ્ટીલ પ્લાન્ટ(ઉદ્યોગો) દ્વારા વારંવાર પોલ્યુશન થતાં ગ્રામજનો, ખેડૂતો અને સમાજિક સંગઠનો દ્વારા આવેદન આપ્યાં, અમે આરટીઆઈ કરી તથા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વારંવાર નોટિસ પાઠવવા છતાં ફક્ત માફી પત્ર લખી આપી ઉદ્યોગો પોલ્યુશન કરી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતોનાં ખેતરમાં પાકતા પાક(ખેત ઉત્પાદન)ને પારાવાર નુકશાન કરી રહ્યા છે.અને આપના નેજા હેઠળનાં સ્થાનિક પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં અધિકારીઓ દ્વારા વારંવાર સેમ્પલ લેવાયાં, કાર્યવાહી ચાલુ છે.નોટિસો આપી છે.તેવી હૈયાધારણા આપી ક્ષણિક સંતોષ આપી અમારા ખેડૂતોને તથા ગ્રામજનોને રવાના કરી દે છે.પરંતુ,ઉધોગપતિઓને છૂટોદોર આપ્યો હોય તેવું ફલિત થાય છે. માટે આપને વિનંતી છે કે, ભચાઉ વિસ્તારમાં પોલ્યુશન કાયદાનું ઉલ્લંઘન કરતાં એકમોને ફરી એકવાર નોટિસ પાઠવી અથવા આવા ભવિષ્યમાં પણ ઉલ્લંઘન ન કરે.જો કસૂરવાર જણાય તો આવા એકમોને સીલ કરી માનવ અધિકારોનું રક્ષણ જરૂરી બનશે.

આપની જાણ માટે હાલ પર્યાવરણમાં પ્રદુષિત વાતાવરણ એટલું બધુ વધી ગયું.કે, સ્થાનિક લોકોમાં નાના બાળકોથી માંડીને મોટા લોકોને અસ્થમા અને અન્ય રોગનાં શિકાર બની રહ્યા છે. એનાથી વધુ ગ્રામજનોના રહેણાંકમાં દિશા મુજબ પરિવારના સભ્યો માટે રસોઈ(જમવાનું) બનાવતાં અનાજમાં પણ સુષ્મ કણો મોઢા વાટે શરીરમાં જતાં આરોગ્ય વધુ જોખમાય છે. આવા જીવલેણ પોલ્યુષણથી આવકમાં અસર થતાં પીડિત અન્નદાતા એવા ખેડૂતોનાં પાક એવાં ઝાડ, પાન, ફળમાં ઊપજ ન આવતાં થતાં આર્થિક નુકશાન અટકે અને તેનાં પરિવાર સુખાકારી જીવનનો અધિકાર મેળવે,પ્રાપ્ત થાય તેવી માંગણી છે.

અત્યાર સુધી પોલ્યુશન ઓકતા ઉદ્યોગો સામે કોઈ કાર્યવાહી ન થતાં પરિવારના આર્થિક ભરણ-પોષણની જવાબદારી નિષ્ફળ થતાં આજબાજુના ગ્રામજનો પારાવાર મુશ્કેલી, હાલાકીનો સામનો કરી રહ્યા છે.
માનવ અધિકારનાં ભાગ રૂપે વ્યથા વ્યક્ત કરી છે. જેનું અન્ય પ્રશાસન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ,માનવ અધિકાર આયોગ અધ્યક્ષ,ખેતીવાડી વિભાગ અધિકારી,આરોગ્ય વિભાગનાં અધિકારી સાથે સંયુક્ત ચર્ચા કરી.સમય ફાળવવા વિનંતી. અને નિરાકરણનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે પોલ્યુશન ઓકતા ઔદ્યોગિક એકમો સામે કડકમાં કડક કાર્યવાહી કરી ગ્રામ્યજનોને ન્યાય કરવાં વિનંતી.

પ્રશાંત ભટ્ટ.
માનવ અધિકાર મિશન.
જિલ્લા કચ્છ.

નકલ રવાના-
૧)પોલ્યુશન કંટ્રોલ બોર્ડ.- ગાંધીધામ.(કચ્છ)
૨) પોલ્યુશન કંટ્રોલ બોર્ડ- ગાંધીનગર.
૩) માનવ અધિકાર આયોગ- ગાંધીનગર.
૪) આરોગ્ય અધિકારી – ભુજ.
૫) ખેતીવાડી અધિકારી- ભુજ.

TejGujarati