*ગઝલ : આર યા પાર* ગાલગા ગાલગા ગાલગા ગાલગા.- © દેવેન ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

*ગઝલ : આર યા પાર*
ગાલગા ગાલગા ગાલગા ગાલગા

આજ તો એ નજરથી જ તું વાર કર,
પ્રીતનાં ઘાવ ના આપ તું ઠાર કર.

હું રહું છું કહેતો તને કાયમી,
પરવડે જો તને તો જ તું પ્યાર કર.

છોડ ના આજ તું અધવચાળે મને,
તો અહીંથી હવે નાવ તું પાર કર.

તું જ બે આંખમાં આંસુઓ સાચવી,
ભેટમાં આપવા ને મને હાર કર.

દર્દ દિલનાં કરે ભીતરે તાયફો,
તું હવે પ્રેમમાં આર યા પાર કર.

– © દેવેન ભટ્ટ (૨૭/૧૧/૨૦૨૦)

TejGujarati