કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા “શાકાહાર તંદુરસ્ત જીવન શૈલીનો આધાર” પર વૈશ્વીક વેબીનાર યોજાશે.

સમાચાર

• કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા “શાકાહાર-તંદુરસ્ત જીવનશૈલીનો આધાર” વિષય પર વૈશ્વીક વેબીનાર યોજાશે. જેમાં અચ્યુત ગોપાલદાસ (પ્રેકટીસીંગ માંક, જીવન દાર્શનીક,વિચારક,લેખક, વકતા અને સામાજીક કાર્યકર), ગીરીશભાઈ શાહ (વૈશ્વિક સ્તરે જન, જંગલ, જમીન,જાનવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સદસ્ય), ડો. નિશિતા દિક્ષીત (સેક્રેટરી-જન ઉર્જા મંચ, હોસ્પીટલ તથા સ્વાસ્થય પ્રશાસન, વ્યુહાત્મક યોજના), સુશ્રી અનિકા (કલા, સંસ્કૃતિ,સામાજીક પ્રભાવકાર, ટીમ બીલ્ડર તથા ટાસ્ક માસ્ટર ઉ.વ.૧૨) પોતાનું માર્ગદર્શન આપશે.આ વેબીનારનું સંચાલન મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર તા. ૦૪, ડીસેમ્બર, શુક્રવારે સાંજે ૬-૦૦ થી ૭–૩૦ સુધી ફેસબુક પેઈઝ Facebook.com/animalhelplinekarunafoundation પર જીવંત નિહાળી શકાશે. આ વેબીનારની સફળતા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. આ વેબીનારની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો.૯૮૨૪૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦૩૦૩૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

TejGujarati