તાંત્રીકવિધિમાં વપરાતા વન્ય પ્રાણી શેળો(કાંટાળો ઉંદર)નો ૧૪.૫ લાખમાસોદો કરનાર પાંચ ઈસમો ઝડપાયા.

ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

તાંત્રીકવિધિમાં વપરાતા વન્ય પ્રાણી શેળો(કાંટાળો ઉંદર)નો ૧૪.૫ લાખમાસોદો કરનાર પાંચ ઈસમો ઝડપાયા

નર્મદાનાબે ઇસમો અને સંખેડા, વડોદરાના ત્રણ ઈસમો

ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનર્મદા અને વાઇલ્ડલાઈફ સર્કલ વડોદરા અને સંખેડા વનવિભાગનુ સફળઓપરેશન

સોદાગરોએ વન કર્મીઓ પર ધારીયા વડે હુમલો કરવા જતા રિવોલ્વર કાઢી પંચ ઇસમોને દબોચી લીધા

સંખેડા તાલુકાના ખેડૂપુરા અને શેરપુર ગામ વચ્ચે હાઇવે પરથી શેળો પ્રાણી સાથે પાંચ ઇસમોની ધરપકડ

ઝડપાયેલા ઇસમોમા નર્મદાના તિલકવાડા, નાંદોદ અને સંખેડાના ઇસમો સામે કાર્યવાહી.

તાંત્રીક વિધિમાં વપરાતા વન્ય પ્રાણી શેળો, કાંટાળો ઉંદર) દ્વારા આ વિધિ કરવાથી ઘરમાં પૈસાનો વરસાદ વરસતા
હોવાની અંધશ્રધ્ધા.

રાજપીપળા,તા૩

તાંત્રીક વિધિમાં વપરાતા વન્ય પ્રાણી શેળો( કાંટાળો ઉદર) દ્વારા આ વિધિ કરવાથી ઘરમાં પૈસાનો વરસાદ વરસે છે
એવી અંધશ્રધ્ધાને કારણે શેળો( કાંટાળો ઉદરની માંદ દિવસે દિવસે વધતી જાય છે, તેની ડીમાંડ વધારે હોવાથી વધુ
ધનીક બનવાની લાલસામાં તેની કિંમત લાખોમાં થઈ રહી છે, અને આ વન્યપ્રાણીને વેચવાનો અને કરોડોનો
ગેરકાયદે વેપલો કરવાનું ષડયંત્ર તાજેતરમાં નર્મદા જિલ્લામાંથી ઝડપાયુ છે.
તાત્રીક વિધિમાં વપરાતા વન્ય પ્રાણી શેળો, કાંટાળો ઉદર)નો ૧૪.૫ લાખમાં સોદો કરવા જતા પાંચ
ઈસમોનેગુજરાત પ્રાણી ક્રૂરતાનિવારણ સંસ્થા નર્મદા અને વાઇલ્ડલાઇફ સર્કલ વડોદરા અને સંખેડાવન વિભાગનું
સફળ ઓપરેશન કરીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. જેમાં મળેલી બાતમીને આધારે ૧૪,૫ લાખમાસોદો
થયા પછી માલ અને નાણા આપવાની નકકી થયે જગ્યાએ સોદાગરોએ વન કર્મીઓ પર ધારીયા વડે હુમલો કરવા
જતા રિવોલ્વર કાઢીને પાંચ ઇસમોને દબોચી લીધા હતા. સંખેડા તાલુકાના ખંડૂપુરા અને શેરપુર ગામ વચ્ચે હાઇવેપરથી શેળો પ્રાણી સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી છે. આઝડપાયેલા ઇસમોમા નર્મદાના તિલકવાડ, નાંદોદ અને
સંખેડાના ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહીતી અનુસાર(જીએસપીસીએ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાતિલક્વાડા નર્મદાની ટીમને બાતમી
મળી હતી કે તિલકવાડા તાલુકાના આજુબાજુના ગામોમાં કેટલાક ઇસમો વન્ય પ્રાણી શેળોની તસ્કરી કરી રહયાછે. અને તેનો સોદો કરી રહયા છે. એવી બાતમી મળતા (જીએસપીસીએ)ની ટીમ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા
આ ગુનેગાર ઇસમોને શોધી કાઢયા હતા.તિલકવાડા તાલુકાના ચુડેશ્વર ગામના ઇસમ દલાલ સાથે સોદો કરી
છટકુ ગોઠવ્યુ હતુ. તેણે એક શેળો પ્રાણીની કિંમત ૧૪.૫ લાખમાં સોદો નક્કી થતા આ ગુનેગાર ટોળકીને ઝડપી
પાડવા વાઇલ્ડલાઇફ સર્કલ વડોદરાનાન નાયબ વબ સંરક્ષા પીએન વાઘેલા અને જાંબુઘોડાનો વન અધિકારી
રાવલજી તથા સંખેડા વનવિભાગ દ્વારા સફળ ઓપરેશન પાર પાડ્યું હતુ, જોકે જાનના જોખમે આરોપીઓને
ઘટના સ્થળ સંખેડા તાલુકાના ખેડૂપુરા અને શેરપુર ગામ વચ્ચે હાઇવે પર બંન્ને ટીમ આમન સામને આવી જતાત્રણહુમલાખોરોએ મારક હથીયાર ધારીયા વડે હુમલો કરવા જતા વનવિભાગે રિવોલ્વર બતાવી રિવોલ્વરની
અણીએ આ ગુનામાં સંડોવાયેલા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા.ઝડપાયેલા પાંચ ઇસમોમા૧) અરવિંદભાઇ વિઠઠલભાઇ તડવી, રહે,શાહપુરા,તા.સંખેડા)૨)ઠાકોરભાઇમનસુખભાઇ તડવી તરસાલ, તા.નાંદોદ),૩) કેતનભાઈ અરવિંદભાઇ તડવીરહે. ચુડેશ્વર,
તા.તિલકવાડા), રણદીપસિંહ રામસિંહ તડવી, રહે. સાકોદ,તા.સંખેડા), અને ૫) સલીમ રાઠોડ(રહે, વડોદરા)
ને ઝડપી લઈ આ ગુનામાં બીજા કોણ કોણ સંડોવાયા છે તેની સઘન પૂછપરછ સાથે તેમની સામે વન્યજીવ
અધિનીયમ ૧૯૭૨ મુજબ આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
વન અધિકારીઓના જણાવ્યા
અનુસાર શેળો પ્રાણી શેડયૂલ ૪મા આવતુ વન્ય પ્રાણી ગણાય છે. તેના શરીરના ઉપરના ભાગે કાળા ટપકા વાળા
તિષ્ણ કાંટા હોય છે. તે દેખવામાં ઉદર પ્રજાતિનું પ્રાણી છે, તેનું આયુષ્ય ૮થી ૧૦ વર્ષનું હોય છે. તેનો ખોરાક નાના
જીવડા તેમજ કઠોળ ધાન્યનો ઉપયોગ કરે છે. આવા પ્રાણીઓનો શિકાર કરવો કે તેને મારવા કે તેને વેચવા બાબતી
ગુનો બને છે.

તસવીર: જયોતિ
જગતાપ,રાજપીપળા

TejGujarati