બાળપણમાં માઁનાં ખોળામાં સ્તનપાન કરતાં કરતાં માતૃત્વ ને તાલે નિર્ભય ઝૂલ્યો… પારણામાં પડ્યાં પડ્યાં મમતાભર્યા હાલરડાં ને સાંભળતા સાંભળતા ઘોર નીંદર માં પોઢી ને ઝૂલ્યો. – કુલીન પટેલ ( જીવ ).

સમાચાર

બાળપણમાં માઁનાં ખોળામાં સ્તનપાન કરતાં કરતાં માતૃત્વ ને તાલે નિર્ભય ઝૂલ્યો… પારણામાં પડ્યાં પડ્યાં મમતાભર્યા હાલરડાં ને સાંભળતા સાંભળતા ઘોર નીંદર માં પોઢી ને ઝૂલ્યો … જવાનીમાં સખી સાથે પ્રેમપ્રસંગો ને વર્ણવતા વર્ણવતા હિંચકે બેસી વ્હાલ ની વાતો કરતાં કરતાં ઝૂલ્યો … ગઢપણમાં જીવનસાથી સાથે જવાની ને વાગોળતાં વાગોળતાં ઘરની ઓસરીમાં ઝૂલા પર ઝૂલ્યો … અંતે ચાર સ્વજનો નાં ખભા પર સવારી કરીને સ્વર્ગલોક સિધાવવા પુષ્પ ની ચાદર ઓઢીને ઝૂલ્યો … આખીય જિંદગી જુદાં જુદાં સ્વરૂપે જુદી જુદી રીતે મનમોજથી અસંખ્ય વાર ઝૂલ્યો …. .. કુલીન પટેલ ( જીવ )

TejGujarati