દોસ્ત હું રંગ છું. આજે વેસ્ટ વસ્તુ ને સંગ છું. નકામા ખોખાંમાં કાળાં અને લાલ રંગે રંગાયેલો કામનો આકાર છું. – કુલીન પટેલ ( જીવ ).

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

દોસ્ત હું રંગ છું .. આજે વેસ્ટ વસ્તુ ને સંગ છું … નકામા ખોખાં માં કાળાં અને લાલ રંગે રંગાયેલો કામનો આકાર છું .. ડસ્ટબીન માં પડેલો કલાકાર નાં સર્જન નો સાર છું … દોસ્ત હું રંગ છું એટલે તો આજે લાલ અને કાળો થઈ વેસ્ટ વસ્તુ ને સંગ છું … દુકાન માં હતો ત્યારે વસ્તુ સાચવવા ને કામનો હતો, કામની વસ્તુ કાઢ્યા પછી નકામો, પણ કલાકાર નાં સર્જન માટે કામનો થઈ કલા ને અંગ છું .. દોસ્ત હું રંગ છું, એટલે તો આજે ખાલી ખોખાં માં કલાકાર ને સંગ છું.. અને આજે ખોખાં નો અંગ છું .. કાળાં અને લાલ, સહજ આકારો થઈ કલાકાર ની આંખ ની પાંખ છું … મુક્ત મને રંગબેરંગી પંખી થઈ સર્જન કેરા આકાશે ઉડવા સજ્જ છું … દોસ્ત હું રંગ છું . આજે વેસ્ટ વસ્તુ ને સંગ છું .. આજે કલા નાં વિષય ની લાજ છું … એટલે તો આજે વેસ્ટ વસ્તુ ની આજ છું … દોસ્ત હું રંગ છું એટલે તો આજે વેસ્ટેજ વસ્તુ ને સંગ છું .. કુલીન પટેલ ( જીવ )

TejGujarati