વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, નિકોલ ખાતે વિદ્યાર્થીની બહેનો માટે સેનેટરી પેડ વિશે પરિસંવાદ યોજાઈ ગયો…

ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, નિકોલ ખાતે વિદ્યાર્થીની બહેનો માટે સેનેટરી પેડ વિશે પરિસંવાદ યોજાઈ ગયો…
આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો પણ ભારતીય સમાજ મહિલાઓના માસિકધર્મને લઈને એટલો જ રૃઢિચુસ્ત છે. આ વિષય એવો છે કે તે વિશે ચર્ચા કરવામાં ખુદ મહિલાઓ પણ ક્ષોભ અનુભવતી હોય છે. આમાં તેમનો દોષ પણ નથી. કેમ કે, આપણાં દેશમાં મહિલાઓમાં માસિકધર્મ જેવી કુદરતી શારીરિક પ્રક્રિયાને ધર્મ સાથે જોડી દઈ તેના વિશે અનેક ગેરમાન્યતાઓનાં બીજ બાળપણથી જ રોપી દેવામાં આવતાં હોય છે. હવે સમય પ્રમાણે સમાજમાં ઘણો જ બદલાવ આવ્યો છે. માસિક ધર્મ અને સેનેટરી પેડ કે નેપ્કિન વિશે ચર્ચા કરવા વિદ્યાર્થીનીઓ અને યુવતીઓ ખૂલીને આગળ આવી રહી છે. કેમ કે, તેમને પણ સમજાયું છે કે આ વિષય તેમના આરોગ્ય સાથે જોડાયેલો છે માટે તે વિશે વાત કરવામાં કોઈ છોછ રાખવાની જરૃર નથી. અક્ષયકુમાર અભિનીત ‘પેડમેન’ જેવી ફિલ્મમાં પણ મહિલાઓનો આ સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો છે, ત્યારે સેનેટરી પેડ વિશે જાણકારી મળી રહે તે હેતુથી નિકોલ અમદાવાદ ખાતે આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે પહેલ કરી છે…
તારીખ ૨૬ જુલાઈના રોજ વેદાંત શાળા માં ડો.ભૈરવી દ્વારા ધો. ૫ થી ૧૨ ની
બાળાઓને માસિક ધર્મ વિશે સચોટ માહિતી આપવામાં આવી અને હવેથી આ ધોરણની તમામ બહેનોને શાળામાં જ સેનેટરી પેડ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાશે. જેને અનરૂુપ વેદાંત શાળામાં એક સુંદર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સ્ટોરી: મુકેશ બાઇસિકલ

સંકલન. કેડીભટ્ટ 9909931560

TejGujarati
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares
 • 10
  Shares

Leave a Reply