લગ્ન સીઝન માટે ખાસ શબ્દો… અત્યારનાં લગ્નપ્રસંગ અને પૂર્વ લગ્નપ્રસંગ વચ્ચે નો તફાવત. – કુલીન પટેલ (જીવ)

ગુજરાત ધાર્મિક ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

એક વખતે સગપણ માટે છોકરા છોકરી ને જોવાનું એસટી સ્ટેન્ડ પર ગોઠવાતું અને કલ્લાક માં જ નિણઁય લઈ લેવાતો… અત્યારે ફેસબુક પર પ્રોફાઈલ સચઁ કરી જીવનસાથીની પસંદગી કરાય છે …. એક વખતે છોકરા છોકરી ની કુંડળી મેળવીને લગ્નસમય અને તીથી નક્કી કરાતા….. અત્યારે ગોર મહારાજ અને કેટરર્સ ની ફુરસદ પ્રમાણે લગ્નદીન નક્કી કરાય છે… એક વખતે વરરાજા શણગાર સજેલા ધોડા ઉપર સવાર થઇ ઢોલીડાને તાલે વરઘોડામાં શિસ્તબદ્ધ રીતે ગામમાં ફરતા… અત્યારે એરકંડીશનર મર્સીડીસ માં ડીજે ના તાલે જાહેર રસ્તાઓ વચ્ચે મદહોશ બની ચુસ્ત વસ્ત્રોમાં પરેડ કરાય છે …. એક વખતે જાનૈયાઓને આવકારવા કાનમાં અત્તરનું પુંમડુ અને હાથમાં ગુલાબ નું પુષ્પ આપતા.. અત્યારે જાનૈયાઓને હાથમાં કોલ્ડડ્રીંક..આંખો પર રંગબેરંગી ચશ્માં..ગુલાબી સાફા માંથા પર બંધાવી અને અવનવી કારના કાફલા સાથે ફરાય છે…. એક વખતે પાટલા પર રંગબેરંગી પાથરણા પાથરી..બટેટામાં અગરબત્તી ગોઠવી વાતાવરણ સુગંધીત કરી જાનૈયાની પંગતને પીરસવવા જુવાનીયાઓ વાંકા વળીને પીરસતા અને સગપણ લગ્ન ના ગોઠવાતા.. અત્યારે કાઉન્ટર વાનગીઓના અવનવા ગોઠવી ને હાથમાં વજનદાર ડીશો પરખાવીને ઘરડા-જુવાન સૌને લાંબી લાઈનમાં જોવાય છે… એક વખતે દિકરી વિદાય વખતે ઢોલીડાના તાલ વાતાવરણ ને લાગણીશીલ કરતાં.. અત્યારે ફિલ્મી ગીતો ને સૂરે કન્યાવિદાય અપાય છે અને વરવધુ વડીલોના આશીર્વાદ નીચાનમી ચરણસ્પર્શ કરી મેળવતા.. અત્યારે વિડીયો કૉલ ને વૉટ્સઅપ માં હાઈ કહી મેળવાય છે… એક વખતે લગ્નપ્રસંગની યાદોને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા ને આલ્બમમાં ક્રમબંધ ગોઠવતા… અત્યારે ડિજીટલ થઈ ફેસબુકને વૉટ્સઅપ માં ફોરવર્ડ કરી જોવાય છે…. એક વખતે હનીમૂન માટે અંબાજી દશઁન કરી માઉન્ટ આબુ જઈ આવતા .. અત્યારે વિદેશના વિઝાને સહારે હનીમૂન પેકેજ ટુર કરાય છે… લગ્નપ્રસંગ ની ઉજવણી લયબદ્ધ બદલાય છે… કુલીન પટેલ (જીવ)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •