એઇડ્સદિવસ. 1લી ડિસેમ્બર :વિશ્વ એઇડ્સ દિવસ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

એઇડ્સદિવસ.

1લી ડિસેમ્બર :વિશ્વ એઇડ્સ દિવસ

સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 3.5 કરોડ લોકોના મોત ને ભેટયા છે
વિશ્વભરમાં એઈડ્સની બીમારી વધતી જતી બીમારી પાછળ એઈડ્ઝ અંગેની જાગૃતિનો અભાવ છે
એચઆઈવી ગ્રસ્ત ને યોગ્ય સારવાર મળે તો તંદુરસ્ત જીવન જીવી શકે છે.
. . . . . . . . . . . . . . . લેખક :દીપક જગતાપ
. . . . . . . . . . . . . . .
1લી ડિસેમ્બર , વિશ્વ એઇડ્સદિવસ તરીકે ઉજવાયછે .દેશમા અને વિશ્વભરમાં એઈડ્સની બીમારી વધતી જાય છે તેની પાછળ એઈડ્ઝ અંગેની જાગૃતિનો અભાવ છે

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO )ના આંકડાઓ મુજબ, આ ચેપના કારણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 3.5 કરોડ લોકોના મોત ને ભેટયા છે
સમગ્ર વિશ્વમાં ગત વર્ષે જ એચઆઈવીના ચેપના કારણે 10 લાખ લોકોના મૃત્યુ થયાં હતાં.
હાલમા 3.7 કરોડ લોકો આ બિમારી સાથે જીવી રહ્યાં છે. આ દર્દીઓમાં સૌથી વધારે 70 ટકા લોકો આફ્રિકામાં જીવી રહ્યાં છે.છેલ્લા ત્રણ વર્ષમા માં આ દર્દીઓની સંખ્યામાં 17 લાખ લોકોનો વધારો થયો હતો.

જ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે ત્યારબાદ તે એઇડ્સમાં પરિવર્તિત થાય છે.
એઇડ્ઝ માટે લોકો મા ઘણી ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે. જેના કારણે એચઆઈવી પીડિત લોકો પ્રત્યે લોકો ભેદભાવ રાખે છે.એચઆઈવી અંગેની જાગૃતિના અનેક પ્રયાસો બાદ પણ યૂકેમાં 20 ટકા લોકો એવું માનતા હતા કે એચઆઈવીનો ચેપ વ્યક્તિના સ્પર્શથી પ્રસરાય છે.આ વાત ખોટી છે .હકીકત મા એચઆઈવી વ્યક્તિના સ્પર્શ, લાળ, આંસુ, પરસેવા કે મૂત્રથી પ્રસરાતો નથી.આપણે એ પણ જાણી લઇએ કે આટલી બાબતોથી એચઆઈવી પ્રસરાતો નથી.જેમકે એક સમાન હવાનું શ્વસન કરવાથીકે આલિંગન કે ચુંબન કે હસ્તધૂનનથીએઇડ્ઝ થતો નથી .એ વાતપણ ખોટી છે કે
એક જ વાસણમાં જમાવથીએઇડ્ઝ થાય છે .એ ઉપરાંતએક જ બૉટલમાંથી પાણી પીવાથી, વ્યક્તિગત ચીજોના ઉપયોગથી કસરતના સામાનના સરખો ઉપયોગ કરવાથીજાજરૂની બેઠક, દરવાજો કે હૅન્ડલ અડકવાથી એઇડઝ થતો નથી .આ પ્રકારની માન્યતાઓ પણ વ્યાપક પ્રમાણમાં વ્યાપેલી છે, જેમ કે સંભોગ બાદ સ્નાન કરવાથી કે કુંવારી કન્યા સાથે સંભોગ કરવાથી એચઆઈવી દૂર થાય છે.આ પ્રકારની માન્યતાઓ આફ્રિકાના સહારાના અમુક વિસ્તારોમાં, ભારતમાં અને થાઇલૅન્ડમાં વ્યાપેલી છે.આ માન્યતાના કારણે અનેક કુંવારી કન્યાઓના બળાત્કાર થયા છે, જેનાં કારણે બાળકોમાં પણ એચઆઈવીના ચેપનું જોખમ વધ્યું છે.

જ્યાં સુધી પ્રાર્થના કે રિવાજોની વાત છે ત્યાં સુધી આ પ્રકારના ઉપચારોથી મનોબળ મજબૂત થઈ શકે છે, પરંતુ વાઈરસ પર તેની કોઈ અસર થતી નથી.
હા એ ખરું કે લોહીના કારણે એચઆઈવી પ્રસરાતો હોવા છતાં જંતુઓના કરડવાથી એચઆઇવીનો ચેપ લાગતો નથી.
તેના બે કારણો છ
.1. )જ્યારે કોઈ જંતુ કરડે છે, ત્યારે તે અન્ય વ્યક્તિનું લોહી તમારામાં રૂપાંતર કરી શકતું નથી.2.) જંતુઓમાં એચઆઈવીનો ચેપ લાંબો સમય ટકી શકતો નથી.આમ તમે એચઆઈવીગ્રસ્તની આસપાસ રહેતા હોવ અને ત્યાં ખૂબ જ મોટી માત્રામાં મચ્છરો હોય તો પણ તમને ચેપ લાગી શકશે નહીં.

મુખ મૈથુન અન્ય શારીરિક સંબંધો કરતાં ઓછું જોખમી છે. મુખ મૈથુનના કારણે એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા 10,000માંથી ચારની છે.જ્યારે એચઆઈવીગ્રસ્ત સ્ત્રી અથવા પુરૂષ સાથે મુખ મૈથુન કરવાથી એચઆઈવી પ્રસરાવવાની શક્યતા રહેલી છે.આ કારણોસર તબીબો મુખ મૈથુન સમયે પણ નિરોધનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
પણ હા , જો સંભોગ સમયે નિરોધ તૂટે અથવા લપસી જાય તો એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા છે.
આજે એચઆઈવીના જાગૃતિ અભિયાનમાં ફક્ત નિરોધના ઉપયોગ પર ભાર મૂકવામાં નથી આવતો, પરંતુ એચઆઈવીનું પરિક્ષણ કરાવવાનો આગ્રહ કરાય છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, એચઆઈવીના ચેપગ્રસ્ત લોકોમાં ચારમાંથી ઍવરેજ એક વ્યક્તિને એચઆઈવી છે કે નહીં તેની જાણ નથી હોતી.સમગ્ર વિશ્વમાં આ પ્રકારના 94 લાખ લોકો છે જેના લીધે ચેપ પ્રસરાવવાની શક્યતા રહેલી છે.
આ પણ એક વાસ્તવિકતા છે કે જો કોઈ વ્યક્તિને એચઆઈવી હોય અને તેનું નિદાન ન થયું હોય તો તે વ્યક્તિ એ જ સ્થિતિમાં 10થી 15 વર્ષ જીવી શકે છે.
આ સ્થિતિમાં વ્યક્તિને અન્ય ચેપગ્રસ્ત રોગોની અસર થાય છે. આવી વ્યક્તિઓને તાવ, નબળાઈ, માથાનો દુ:ખાવો, કફ વગેરેની સમસ્યા શરૂઆતના સમયમાં થઈ શકે છે.
જેમજેમ ચેપ પ્રસરાતો જાય તેમ તેમ અન્ય લક્ષણો સામે આવવા લાગે છે.જેમ કે, વજનમાં ઘટાડો થવો, તાવ, ઝાડા-ઊલટી, કફ વગેરની સમસ્યા શરૂ થાય છે.
યોગ્ય સમયે સારવાર ન મળે ત્યારે વ્યક્તિને ક્ષયરોગ, મગજ અને કરોડરજ્જુની ઉપર સોજો, અને કેટલાક અન્ય ચેપ લાગી શકે છે.
આ સ્થિતિમાં કૅન્સર થવાની શક્યતા છે.ચેપગ્રસ્ત વ્યક્તિનું નિદાન ન થાય ત્યારે તેમને અમુક પ્રકારના કૅન્સર પણ થઈ શકે છે.

પણ જે વ્યક્તિને જાણ થાય કે તેમને એચઆઈવી છે અને તેઓ સારવાર મેળવે તો તે લોકો પણ તંદુરસ્ત જીવન જીવી શકે છે.
યુએન એઇડ્સના જણાવ્યા મુજબ, સારવાર લઈ રહેલા 47 ટકા લોકો એવા છે જેમની અંદર એચઆઈવીનો વાઇરસ ખૂબજ વ્યાપક રીતે દબાયેલો હોવાના લીધે તે લોહીના પરિક્ષણમાં પણ બહાર આવી શકતા નથી.
જો આવી વ્યક્તિ સારવાર લેવાનું બંધ કરી દે તો તેમના લોહીમાંથી એચઆઈવીની હાજરી ફરીથી જોવા મળી શકે છે.

દુનિયાના ખૂણે ખૂણે એઈડ્સ અંગેની જાગૃતિ લાવવા વિશ્વઆરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) આજનો દિવસ એટલેકે ૧લી ડિસેમ્બરને વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ફાળવ્યો છે જેથી લોકો આ બીમારી વિશે જાગૃત રહે. દર્દીઓને સમાજમાં હૂંફ અને પ્રેમ આપવા, અને લોકોને એઈડ્સ પ્રત્યે જે ગેરસમજો છે તે દૂર કરવા માટે સરકાર આજના દિવસે અવનવા કાર્યક્રમો યોજે છે.

રોજના લગભગ દસ હજારથી પણ વધુ લોકોને આરોગી જતો આ એઈડ્સ નામનો રાક્ષસ વધુને વધુ આગળ વધીને દુનિયામાં પોતાના પગ પસારી રહ્યો છે. જો દેશમાં આ પ્રકારની બીમારીથી પીડાતા લોકોની સંખ્યા આ રીતે જ વધતી જશે તો દેશની અર્થ વ્યવસ્થા પર સંકટ આવી જશે. એક સમાચાર મુજબ ગુજરાતમાં આ બીમારી સૌથી વધુ સુરત શહેરમાં ફેલાયેલી છે.

પૈસા કમાવવા પોતાનુ વતન છોડી શહેરમાં વસેલા લોકોમાં આ બીમારી ચિંતાજનક હદે વધી રહી છે. જેમાં ખાસ કરીને ડ્રાઈવરો, સ્ટેશનના કુલીઓ, અને એકલા રહેનારા સ્ત્રી-પુરૂષોમાં આ બીમારીનું પ્રમાણ વધ્યુ છે.

શુ આપણે એટલા કમજોર છીએ કે થોડાંક સુખ ખાતર આપણું જીવન જોખમમાં નાખીએ ? આપણાં પરિવારને મુશ્કેલીમાં મુકીએ ? વિચારો તમારો આજનો મોજશોખ કાલે તમારા આવનારા બાળકો કે તમારા જીવનસાથીની જીંદગી જોખમમાં મુકશે તો તમે તેમની સામે નજર મેળવી શકશો ? શુ તમારું કર્તવ્ય ફક્ત પૈસા કમાવીને આપવા પુરતુ જ છે ? આપણો પરિવાર ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે આપણો દેશ સુરક્ષિત રહેશ, અને આપણો દેશ ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે આપણે સમજદાર અને સંયમિત બનશુ. એવું ના વિચારતા કે ફક્ત તમારા એકલાંથી શુ થવાનું છે, કારણ કે આવું વિચારનારા ધણા છે. આજે એક-એક જાગૃત થશે તો કાલે તેનો સમૂહ બનશે,પછી સમાજ અને પછી આખો દેશ જાગૃત થશે. એઈડ્સથી સાવચેત રહેવા સાથે સાથે એઈડ્સથી પીડિત લોકો પ્રત્યે તમારો વ્યવ્હાર પ્રેમભર્યો રાખો. કારણકે ઘણા લોકો બદનામીના બીકથી કે સમાજમાં લોકોના ધુત્કારવાના ડરથી આ ભયાનક બીમારી છુપાવે છે.

આવો સૌ મળીને એક સમજદાર નાગરિકનું કર્તવ્ય નિભાવીએ
આગળ ધપતા એઈડ્સના રાક્ષસને કોસો દૂર ભગાવીએ

. . દીપક જગતાપ

TejGujarati