નાંદોદ તાલુકાના ગોપાલપુરા સ્ટેન્ડ ચાર રસ્તા પર હાઇવે રોડ ક્રોસ કરવા જતા ટ્રેક્ટરની ટ્રોલી ના ભાગે મોટરસાયકલ સાથે અકસ્માતમાં એકનું કરુણ મોત.

સમાચાર

વાવડીથી ઝુંડા તરફ જતાં મોટરસાયકલ ચાલકને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા ચાલકનું મોત.
રાજપીપળા,તા.29
નાંદોદ તાલુકાના ગોપાલપુરા સ્ટેન્ડ ચાર રસ્તા પર હાઇવે રોડ ક્રોસ કરવા જતાં ટ્રેક્ટરની ટ્રોલી ના ભાગે મોટરસાયકલ સાથે અકસ્માત માં મોટરસાયકલ ચાલકનું કરુણ મોત નીપજયું હતું. વાવડી થી ઝૂંડા તરફ જતાં મોટરસાયકલ ચાલકને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.આ અંગે રાજપીપળા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનાની ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી રાજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ વસાવા (રહે,વાવડી કંગાળ ફળિયા) એ આરોપી ટ્રેક્ટર નંબર જીજે 22 એ 6634 ના ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રાજેન્દ્રભાઈ ના ભત્રીજા મરનાર નરેન્દ્રભાઈ કાનજીભાઈ વસાવા પોતાની કબજાની પલ્સર મોટરસાયકલ નંબર જીજે 22 એમ 4480 લઈ વાવડી થી ઝૂડા તરફ એકલા જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રોલી સાથેનું ટ્રેક્ટર નંબર જીજે 22 એ 6634 ગોપાલપુરા ગામ રસ્તા તરફથી મોટા રાયપુર જવા માટે સ્પીડમાં હાઈવે રોડ ક્રોસ કરવા જતાં દરમિયાન ઘરની પાછળના ભાગે ટ્રોલીના ભાગે નરેન્દ્રભાઈની મોટરસાયકલ સાથે અકસ્માત કરી માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. ટ્રેક્ટર ચાલક અકસ્માત કરી સ્થળ પરથી ટ્રેક્ટર લઈને નાસી જઇ ગુનો કરતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati