કોરાના કાળમા ઉજવાતી સુહાગરાતના કેટલાંક સંયમિત, સંભવિત દ્રશ્યો…ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

કોરાના કાળમા ઉજવાતી સુહાગરાતના કેટલાંક સંયમિત, સંભવિત દ્રશ્યો….
1.સબૂર…
ગુલાબથી મઘમઘ થતા શયનખંડમા વરરાજાએ પ્રવેશ કર્યો. બારણું બંધ કરી. ભોંગળ ભીડી. અને નવોઢા તરફ સન્મુખ થઈને એક ડગલું પણ આગળ ભરે તે પહેલા નવોઢા ઘુંઘટમાથી જ બોલી…
” સબૂર.. હવે એક ડગલું પણ આગળ ના માંડતા..” ને વરરાજાના ચરણ ત્યાંજ ખોડાઈ ગયા. એ પછી તો શારિરીક અંતર જાળવી ઘણી દાખલાદલીલો થઈ. વાતાવરણ ઉગ્ર પણ બન્યું.. આક્ષેપોપ્રતિઆક્ષેપો પણ થયા. અંતે થાકીને બે યુવાન હૈયા સુઈ ગયા. એકમેકથી પડખું ફરી ને… એ બંનેની વચ્ચે પડયા હતા
માસ્ક, સેનિટાઈઝર, ઉકાળવાની પડિકીઓ અને એક ઋષિએ આપેલો મંત્ર… “જબ તક દવાઈ નહી તક ઢિલાઈ નહિ…”
2. દહેશત
ચારપાંચ ભાભીઓએ મોઘમમા નૈત્રકટાક્ષો કરીને એકબીજા સામે કટાક્ષ સભર હસીને, દિયરજીને મધુરજની કક્ષમા હળવો ધક્કો માર્યો. બિચારો દિયર શરમથી પાણી પાણી થઈ ગયો. એણે બારણું બંધ કર્યુ. ત્યારે પણ ભાભીના ઉપાલભ ભર્યા હાસ્યથી એના કાન છલકાય ઉઠયા.
મિત્રોએ ઓરડો શણગારવામાં કશુંય બાકી નહોતું રાખ્યું… હજારો ગુલાબની હાજરીથી ઓરડો મઘમઘી રહ્યો હતો. પલંગની વચ્ચો વચ્ચ એની નવોઢા એની રાહ જોઈ ઘુંઘટ ઓઢીને બેઠી હતી. એક આછા ખચકાટ સાથે તે એની નજીક ગયો. એનું હ્દય જોરથી ધડકી રહ્યુ હતું એણે કાંપતા હાથે ઘુંઘટ અનાવૃત કર્યો.. આછા અજવાળામા એક પૂર્ણ ચાંદ ખિલી ઉઠયો.. એણે દુલ્હનના હડપચીને સ્પર્શી દુલ્હનના ચહેરો ઉંચો કર્યૌ.પણ દુલ્હનના ચહેરા ઉપરનો માસ્ક જોઈને એ ચોકયો.. છતા ઘુંઘટ જેટલી જ નજકતથી એણે માસ્ક દુર કરવા જ્યાં પ્રયત્ન કર્યો….
ને દુલ્હનના હાવભાવ બદલાય ગયા. એની આંખો ડર છવાય ગયો…
” ના… ના… માસ્ક નહિ…. માસ્ક નહિ…. હમણાં પોલીસ આવશે…. હજારની પાવતી પકડાવશે..” કહીને એણે બંને હાથની મુઠ્ઠી સજ્જડ રીતૈ બંધ કરી દીધી.
થોડીજ વારમા સગાસંબંધી શયનખંડમા ભેગા થઈ ગયા.
એકડા થયેલા લૌકોને જોઈને બધા ગુલાબોએ સુંગધ છોડવાનું બંધ કરી દીધું….
3.સમજણ…
સુહાગરાત આ યુગલ માટે ઔપચારિક હતી. સગાઈ અને લગ્નના આઠ મહિના ગાળાએ આ લોકોએ ઐકભીજાને બધીજ રીતે ઓળખી લીધા હતા.. ઘુંધટ ઢાંકવાનો કે ખોલવાનો કોઈ સવાલ જ નહોતો..
” તારી મમ્મી આપણને પોંખવા કેમ ન આવ્યા?”
“મમ્મી આઈસોલેશનમા છે…તારા પપ્પાને વિદાય વખતે પણ ના જોયા..”
‘ હા પપ્પ્પા ને તો છેલ્લી ઘડીએ કવોરોટાઈન થવુ પડયું.. પણ તમે ખાસા જાનૈયા લઈને આવ્યા’તા”
હા.. સાતસો આઠસો હશે… માડવા પક્ષે પણ ઘણા લોકો હતા નહિ…? ‘
“. હા હજાર બારસો ખરા…’
એ પછી પણ ઘણી વાતચીત થઈ.
ઈચ્છાઓ, લાગણીઓ સંવેદના અને સંક્રમિતતા સામે સમજણ જીતી.. બંને અલગ અલગ ઓરડામાં સુઈ ગયા
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •