પૂર્વ ડે. મેયર અને કરચલિયાપરા – ભાવનગરના પૂર્વ નગરસેવક પ્રભાબેન પટેલ આજે કોરોના મહામારી દરમિયાન પણ હરહંમેશની જેમ અંતિમ સંસ્કારની સેવામાં.

ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

👍🌹🙏 પૂર્વ ડે. મેયર અને કરચલિયાપરા – ભાવનગરના પૂર્વ નગરસેવક શ્રી પ્રભાબેન પટેલ આજે કોરોના મહામારી દરમિયાન પણ હરહંમેશની જેમ કયારેય પણ કોઈપણ સમયે સૂચના મળે અને તરતજ બધા જ કામકાજને સાઈડ લાઈન કરીને જે સેવા પુણ્યના કામ હોય તે કરે છે. આજે તેમણે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ! મામાકોઠા રોડ (ભાવનગર) પર હરિભાઈ ખમણવાળા પાસેથી ટેલિફોનિક સૂચના દરમિયાન જાણકારી મળી કે એક ઉંમરલાયક કાકા અહીં _દેવ_ થઈ ગયેલ છે. પ્રભાબેન પટેલ તરત જ સ્થળ પર પહોંચ્યા ને ૪ કલાકની જહેમત ઉઠાવી એમના સગા+વહાલાનો સંપર્ક કર્યો. મરનારના પરિવારની કોઈ એવી પરિસ્થિતિ નહોતી કે એ કાકાની અંતિમક્રિયાનો ખર્ચ પણ ઉઠાવી શકે ! કાળીયાબિડ – ભાવનગર રહેતા સમાજ સેવિકા પ્રભાબેન પટેલે અંતિમ વિધિની બધી જ વ્યવસ્થા કરી તેમજ એમણે પોતે અગ્નિસંસ્કાર આપીને એક દીકરી, બહેનની ફરજ નિભાવી ! _ધન્ય છે આ સંવેદના સભર ગુર્જર નારીને !!_ 👍🌹🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •