આજરોજ તા- ૨૬/૧૧/૨૦૨૦ નાં આમ આદમી પાર્ટીનાં જન્મ દિવસ નિમિતે જનતાનાં મૂળભૂત અધિકારોને ભુલી નથી.*

સમાચાર

સર્વે દેશવાસીઓ ભૂલી ગયા હશે? પરંતુ, દેશવ્યાપી આમ આદમી પાર્ટી આપના અધિકારોને ભુલી નથી.

આજરોજ ૨૬ નવેમ્બર ૧૦૪૯નાં રોજ સંવિધાનનાં ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરે ભારતની જનતાને મૂળભૂત અધિકારો આપવા બંધારણ લખ્યું અને બંધારણ સભામાં પસાર કર્યું હતું. જેમાં ૨૨ ભાગ,૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિ હતી.

આ અમૂલ્ય પ્રસંગ નિમિતે કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં દેવળીયા નાકા પાસે આમ આદમી પાર્ટીનાં હોદ્દેદારો દ્વારા શ્રી બાબા સાહેબ આંબેડકરને સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો તથા આજરોજ જનતાનાં હક્ક અધિકારોનું રક્ષણ કરતી આમ આદમી પાર્ટી નો જન્મદિવસ હોવાથી કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં કોરોના મહામારી ધ્યાને રાખી માસ્ક પહેરી તથા સામાજિક અંતર રાખી સફળ કાર્યક્રમ યોજ્યો હતો. ત્યાર બાદ અંજારમાં શહેરમાં માસ્ક વંચિત જનતાને મફત માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત, કાર્યક્રમને સફળ બનાવવા આમ આદમી પાર્ટીના શ્રી રમેશભાઈ નાભાણીનાં વડપણ, દોરીસંચારથી જિલ્લા પ્રભારી શ્રી કે. કે.અન્સારી, જિલ્લા ઉપપ્રમુખ શામજીભાઈ આહીર,અંજાર તાલુકાના શહેર પ્રમુખ હિરેનભાઈ સોરઠીયા, અંજાર તાલુકા પ્રમુખ પ્રશાંતભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ સોરઠીયા, પ્રદીપભાઈ ગઢવી,ભગવાનજીભાઈ વરું, હાર્દિકભાઈ ભટ્ટ, રવજીભાઈ પરમાર, ભાભણ્યા સુરેશભાઈ, વિરજભાઈ રાઠોડ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત ભારે જહેમત ઉઠાવી હતી..

મ આદમી પાર્ટી.
૧)શ્રી હિરેનભાઈ સોરઠીયા.
(અંજાર શહેર પ્રમુખ)
૨)પ્રશાંતભાઈ ભટ્ટ.
(અંજાર તાલુકા પ્રમુખ)
અંજાર.
જિલ્લા- ભુજ.(કચ્છ)

TejGujarati