રાજપીપલા સ્ટેટ બેંકના માનવતાવાદી મેનેજર વૃદ્ધ મહિલા ગ્રાહકના ઘરે જઈને નાણાં ઉપાડી નાણાં અપાવ્યા.

ગુજરાત ભારત સમાચાર

વૃદ્ધ મહિલા શારીરિક રીતે અશક્ત હોવાથી નાણા ઉપાડવા બેંકમાં જઈ શકાય તેમ ન હોવાથી મેનેજરે જાતે ઘરે જઈને મહિલાને સહયોગ કર્યો.

રાજપીપળા,તા. 24

આજકાલ બેંકોમાં ગ્રાહકોની ભારે ભીડ હોય છે. અને કોરોનામાં તો મોટી ઉંમરના વૃદ્ધ અશક્ત અને બીમાર વ્યક્તિઓ ખાસ કરીને વયસ્ક પેન્શન ધારકોને તાપ,તડકામાં બેંકમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનું કે ધક્કા ખાવાનું શક્ય બનતું નથી. ત્યારે આવા લોકોને મદદ તે બેંકના મેનેજર ખુદા આગળ આવ્યા હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે.જેમાં રાજપીપલા સ્ટેટ બેંકના માનવતાવાદી મેનેજર વૃદ્ધ મહિલા ગ્રાહકના ઘરે જઈને નાણા ઉપાડી અપાવી સહયોગ આપ્યો હતો.વૃદ્ધ મહિલા શારીરિક રીતે અશક્ત હોવાથી નાણા ઉપાડવા બેંકમાં જઈ શકાય તેમ ન હોવાથી આ હકીકત મેનેજરને જાણ થતા મેનેજર જાતે ઘરે જઈને મહિલાને નાના આવી સહયોગ કર્યો હતો.

આ અંગે મેનેજરના જણાવ્યા અનુસાર રાજપીપલા સ્ટેટ બેંકની મુખ્ય શાખા દ્વારા પોતાના ગ્રાહકો ની સેવા બાબતે ખાસ ધ્યાન આપવામાં આવે છે. ગ્રાહકો અમારા માટે દેવતા સમાન છે. ત્યારે ગ્રાહકોને સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. એ હકીકતની સ્ટેટ બેંકના મેનેજરે અન્ય બેન્કો માટે ઉદાહરણરૂપ દાખલો પૂરો પાડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા દરબાર રોડ, પારેખ ખડકીમાં રહેતા વાસંતીબેન નામના એક 82 વર્ષ ના વયોવૃદ્ધ મહિલા ઘરમાં એકલા જ રહેતા હોવાથી તેમનું પેન્શન લેવા બેંકમાં જવા માટે નાદુરસ્ત તબિયતને કારણે શક્તિમાન ન હતા.આ વાતની જાણ બેંક મેનેજર સોલંકીને થતા તેઓ પોતે મહિલા ગ્રાહકના ઘરે પહોંચી ગયા હતા.અને ચેક પર જરૂરી સહી લઈ બેન્કમાંથી નાણાં ઉપાડી આ અશક્ત વૃદ્ધ ના ઘરે જઈને હાથોહાથ પહોંચાડ્યા હતા આમ માનવતાવાદી મેનેજરની માનવતા મહેકી ઊઠી હતી.

રિપોર્ટ : જયોતિજગતાપ, રાજપીપળા

TejGujarati