બ્રેકિંગ ન્યૂજ઼
રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ બંન્ને કેવડિયાનો સ્ટેચ્યુ ખાતે કોન્ફરન્સ મા પહેલીવાર એક સાથે હાજરી આપશે
૮૦મી
ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ
કોન્ફરન્સની સંપૂર્ણ તૈયારી
તંત્ર સંપૂર્ણ સજ્જ
આ વર્ષે આ સંમેલનનો વિષય છે
‘સબળ લોકશાહી માટે વિધાયિકા-
કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના
આદર્શનો સમન્વય કરવો.
આ સંમેલન અંતર્ગત કેવડિયામાં
બંધારણ અને મૂળભૂત ફરજોના
વિષય પર આધારિત એક પ્રદર્શનનું
આયોજન કરવામાં આવ્યું છે. આ
પ્રદર્શન સંમેલનની પૂર્ણાહુતિ બાદ
સાત દિવસ સુધી જાહેર જનતા
માટે ખુલ્લું રહેશે.
સ્વાગત નાં બેનરૉ લાગ્યા
રાજપીપળા તા 24
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ
યુનિટી પરિસર સમક્ષ આવતીકાલે તારીખ
૨૫મીના રોજ યોજાઇ રહેલી ૮૦મી
ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ
કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યુ છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ કડી સુરક્ષા સાથે સજ્જ બન્યુ છે. સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે.આવતી કાલે રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્ર પતિ સહિત વીવીઆઇપી મહાનુભવો નું ભવ્ય સ્વાગત કરાશે
ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ
કોન્ફરન્સનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના
હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે. જેના
ભાગરૂપે રાષ્ટ્રપતિ ગુજરાતની એક
દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
જ્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુની પણ
કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિતી રહેશે.
તેઓ આવતીકાલે વડોદરા આવશે. આ
ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યોના
વિધાનસભાના અધ્યક્ષ – ઉપાધ્યક્ષો
આવતીકાલથી કેવડિયા આવવાના શરૂ
થઈ જશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની
એકદિવસની મુલાકાતે આવી રહ્યા છ.તેઓ તારીખ ૨૫મીના
રોજ સવારે સીધા વડોદરા આવી પહોચશે.રાષ્ટ્રપતિ એરફોર્સના વિમાન મારફતે૯.૫૦કલાકે વડોદરા પહોંચશે. વડોદરાથી
હેલિકોપ્ટર મારફતે કેવડિયા જશે. જ્યાં
સવારે ૧૧.૩૦ કલાકે રાષ્ટ્રપતિના હસ્તે
કોન્ફરન્સનું ઉદ્ધઘાટન કરવામાં આવશે.
કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બપોરનું
ભોજન પણ કેવડિયા સરકીટ હાઉસ ખાતે
લેશે. બપોરે ૩.૪૦ કલાકે તેઓ એક્તા
નર્સરીની મુલાકાત લેશે. મહિલા ઉત્થાનનું
મહત્વનું ઉદાહરણ સમાન નર્સરીની
મુલાકાત લઈને આદિવાસીમહિલાઓનોઉત્સાહ વધારશે. ૪.૩૦ કલાકે આરોગ્ય
વનની મુલાકાત લેશે. ૪.૪૫ કલાકે તેઓ
હેલિકોપ્ટર મારફતે વડોદરા પહોચશે.
૫.૩૦ વાગે વડોદરા એરપોર્ટ થી દિલ્હી
જવા રવાના થશે.
સ્ટેચ્યુઓફ યુનિટી નજીક કેવડિયાટેન્ટ
સીટી-૨ ખાતે ૨૫ અને ૨૬ નવેમ્બરના
રોજ યોજાનારા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ
ઉપરોંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની પણ
ઉપસ્થિતી રહેશે. તેઓ આવતીકાલે સાંજે
વડોદરા આવી પહોચશે. વડોદરા એરપોર્ટ પરથી તેઓ હેલિકોપ્ટર મારફતે સીધા જ કેવડિયા જવા રવાના થશે.જયા તેઓ રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે કોન્ફરન્સ નાં ઉદઘાટનબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે વડોદરા આવશે અને વડોદરા થી દિલ્હી જવા રવાના થશે
આ વર્ષને ‘પ્રિસાઇડીંગ ઓફિસર્સ
કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકેપણ મનાવવામાં આવે છે.અખિલ
ભારતીય પીઠાસીન અધિકારીસંમેલન’ (ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ
ઓફિસર્સ કોન્ફરન્સ)ની
ઉજવણીનો પ્રારંભ વર્ષ ૧૯૨૧થીકરવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં આસંમેલનો અંતર્ગત લોકશાહી
પ્રણાલિકાને મજબૂતાઈ આપવાનીદ્રષ્ટિથી નવા વિચારો અને નવી
પ્રણાલીકાના અનુભવોનું આદાન
પ્રદાન કરવાની સાથે આ મંચઅત્યંત પ્રભાવશાળી સાબિત થયોછે.
આ વર્ષે આ સંમેલનનો વિષય છે
‘સબળ લોકશાહી માટે વિધાયિકા-
કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના
આદર્શનો સમન્વય કરવો. આ
સંમેલન અંતર્ગત અનેકવિધ
પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ
માટે ત્રણ અલગ અલગ સત્રનુંઆયોજન કરવામાં આવ્યું છે. જેમાંવિધાનસભાના પ્રિસાઇડિંગ
અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં
દેશમાં પ્રજાતંત્રને વધુ સશકતબનાવવા માટે શાસનના ત્રણેય
સંસદવિધાનસભા
વહીવટીતંત્ર તથા
ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક
સહયોગ, સામંજસ્ય તથા વધુ સુદ્રઢ
સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચારકરશે.
મૂળભૂત અંગોઆ
સંમેલનમાં સંસદ
વિધાનસભા અને વહીવટીતંત્રને
પ્રજા પરત્વેની બંધારણીય
જવાબદારીને વધુ અસરકારક ઢબે
સુનિશ્ચિત કરવા પ્રત્યે પણ ભાર
મૂકવામાં આવશે. બે દિવસીય
સંમેલનનો સમાપન સમારોહ
તા.૨૭ના ‘સંવિધાન દિવસના દિને
હશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન
નરેન્દ્રભાઇ મોદી સમાપન
સમારોહને વર્ચ્યુલ માધ્યમથી સંબોધન કરશે.સશકત
આ પ્રસંગે તમામ ઉપસ્થિતો
વડાપ્રધાનના નેતૃત્વમાં
બંધારણની પ્રસ્તાવના આમુખનું
ઉચ્ચારણ પણ કરશે. આ ઉપરાંત
પ્રિસાઇડિંગ ઓફિસર્સ, સચિવોતેમજ
સંસદ વિધાનસભાના
અધિકારીઓ બંધારણના મૂલ્યોને
વધુ સબળ,તથા
જવાબદારીપૂર્વક વહન કરવાનોસંકલ્પ પણ લેશે. આ સંમેલન
અંતર્ગત એક ઘોષણાપત્ર જારી
કરવામાં આવશે અને બાદમાં તેનું
સમાપન થશે.
સંમેલનની સૌથી મોટી
વિશેષતા અને સફળતા એ છે કે
દેશના રાષ્ટ્રપતિશ્રી સૌપ્રથમ વખત
કોઇ જાહેર કાર્યક્રમમાં આ પ્રકારે
સામેલ થઈ રહ્યા છે.
આ સંમેલન અંતર્ગત કેવડિયામાં
બંધારણ અને મૂળભૂત ફરજોના
વિષય પર આધારિત એક પ્રદર્શનનું
આયોજન કરવામાં આવ્યું છે. આ
પ્રદર્શન સંમેલનની પૂર્ણાહુતિ બાદ
સાત દિવસ સુધી જાહેર જનતા
માટે ખુલ્લું રહેશે. વડાપ્રધાન પણ
સૌપ્રથમ વખત આ સંમેલનનો
હિસ્સો બની રહ્યા છે. આ પ્રસંગે
વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ દ્વારા
સ્ટડી-પ્રેઝન્ટેશન રજૂ કરાશે
તસવીર: જયોતિ જગતાપરાજપીપળા