60 કલાકનો કર્ફયુ અને લગ્નો RSVP. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સમાચાર

1.ફુઆ…. પાકું આવવાના હોય તો જ કહો, અમારે બીજા 100 નામ કાઢવાના છે..
કંડીશન એપ્લાય
2.’જજ્ માન મુહરત તો સોળ આની કાઢયુ છે…’
‘તો પછી લગ્નની તારીખ ઉપર ફુદડી શેની કરી છે?’
‘જજ્ માન એ કંડીશન એપ્લાય છે’
‘અર્થાત…? ”
” તમે જાણો અને રુપાણી સાહેબ જાણે.. ”
ગ્રહો અને નંગો*
3. મહારાજ, મારા દિકરાના બધા ગ્રહો બરાબર છે ને?
‘જજ્ માન તમને સંશય હોય તો ગ્રહશાંતિ કરાવી લઈએ’
‘મહારાજ પછી કોઈ ગ્રહો નહિ નડે ને?’
જજ્ માન ગ્રહો તો અમે કહીએ તેમ ચાલે છે.. ખાલી કેટલાંક નંગોનો કોઈ ભરોસો નથી. ‘
(*નંગો શબ્દ શુધ્ધ ગુજરાતી શબ્દ છે)
અધુરી પ્રેમ કહાની
4. પોલીસ સ્ટેશનની બહાર કંકોત્રી પકડીને ઉભા રહેલ લોકોની લાઈનમા એક સુંદર છોકરી અને એક હેન્ડસ છોકરો પણ લાઈન મા હતા.. એમનો નંબર આવવામા ખાસી વાર હતી..
છોકરી:તમારા ભાઈના મેરેજ છે?
છોકરો:મારા પોતાના…
છોકરી:વાઉ… કોંન્ગ્રેચ્યુલેશન…
છોકરો:થેંકસ્… તમારા મોટીબેનના વેંડિગ લાગે છે..
છોકરી:(આછુ શરમાતા) ના હવે… મારા પોતાના છે
એ પછી તો ઘણી વાત થઈ.. જ્યોતિષે કુંડળી તો પરફૈકટ મેળવી હતી 36એ 36 ગુણ મેળવ્યા હતા.. પણ એકાદ કલાકમાં આ છોકરા છોકરીના વિચારો મળવા લાગ્યા…
લાઈનમાથી નીકળીને આ છોકર છોકરી પોતપોતાની કંકોતરી ફાડી નાખે એ પહેલા એમનો નંબર આવી ગયો..
એકબીજા સામે જોઈને એક ઠંડો નિશ્વાસ નાંખ્યો અને પછી એકમેકથી પૂંઠ ફેરવી લીધી.. કાયમ માટે..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati