ગઝલ : હું જીવું છું – © દેવેન ભટ્ટ (૨૪/૧૧/૨૦૨૦)

સમાચાર

ગઝલ : હું જીવું છું

રોજ થોડી જીંદગીને પ્રેમથી જીવું છું,
રોજ થોડી કોશિશોની સોયથી સીવું છું.

ભીતરી અગ્નિ મહીં હું લાગણી હોમું છું,
પત્ર ના સળગી ઉઠે, ભાવો લખી બીવું છું.

જીંદગીનાં રંગ જોયાં છે બગડતાં મેં પણ,
જૂઠ જો સાચું બની ચમકી ઉઠે, રોઉં છું.

છે સદીઓનાં શિરસ્તા આડખીલી રૂપી,
જીંદગીને કુરિવાજોની વગર ચાહું છું.

રોજ થોડું સંગ મિત્રોની ય હું જીવું છું,
રોજ થોડી જીંદગીને નીટ હું પીવું છું.

– © દેવેન ભટ્ટ (૨૪/૧૧/૨૦૨૦)

TejGujarati