ફાવે નહિ. – © પૂર્વી ભટ્ટ શુકલ,અમદાવાદ.

સમાચાર

ફાવે નહિ

ખૂબ નાની વાતમાં રડવું હવે ફાવે નહીં,
ને પછાડી કોઈને ચડવું હવે ફાવે નહીં.

શસ્ત્ર કરતા પણ વધારે એય વેધક હોય છે,
શબ્દ વિણ તો જો મને લડવું હવે ફાવે નહીં.

વાયદો કે ફાયદો કે કાયદો જોતી નથી,
ગોળને કોણી એ ચોપડવું હવે ફાવે નહીં.

આખરે સિદ્ધાંત મારાં જો હવે સાચાં ઠર્યા,
જાતને બીજા મુજબ ઘડવું હવે ફાવે નહીં.

બેઉ છેડા જોડવા એ વાત સારી હો ભલે,
પુલ થઈને તો પછી નડવું હવે ફાવે નહીં

© પૂર્વી ભટ્ટ શુકલ,અમદાવાદ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •