કોરોના ને નાથવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ને સંગ છું, માનવ ભીડ માં હું પોઝિટિવ છું, અને ઘરમાં હોવ ત્યારે નેગેટિવ છું, દોસ્ત હું રંગ છું પણ દંગ છું. – કુલીન પટેલ ( જીવ )

સમાચાર

દોસ્ત હું રંગ છું પણ દંગ છું
કોરોના ને નાથવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ને સંગ છું,
માનવ ભીડ માં હું પોઝિટિવ છું,
અને ઘરમાં હોવ ત્યારે નેગેટિવ છું,
દોસ્ત હું રંગ છું પણ દંગ છું

કોવીડ પોઝિટિવ નાં આંકડાઓ માં વ્યસ્ત છું,
સોશ્યલ મીડિયા માં મસ્ત છું,
હોસ્પિટલ અને હોમ કોરન્ટાઇન મારી ઓળખાણ છે,
મસમોટા હોર્ડિંગ અને અખબાર ની ફ્રન્ટલાઈન માં મસ્ત છું,
દોસ્ત હું રંગ છું પણ દંગ છું..

એકસોઆઠ ની એમ્બ્યુલન્સ માં સવારી કરી વેન્ટિલેટર માં વ્યસ્ત છું,
પોઝિટિવ થઈ હોસ્પિટલ માં પ્રવેશું છું અને નેગેટિવ થઈ ડોક્ટર અને નર્સ ને હરખાવું છું..
એટલે તો હું દંગ છું,
દોસ્ત હું રંગ છું પણ તારી સંગ છું…

વિશ્વ્ ની લેબોરેટરી માં કોવીડ વેક્સીન બનવા થનગની રહ્યો છું હું,
અન્ય દેશો ની આ હરણફાળ દોડ માં દૌડ઼વીર બનીને જોડાયો છું હું,
પ્રથમ વેક્સીન બનીને માનવભીડ ને સ્પર્શવા દૌડી રહ્યો છું હું…
દોસ્ત તું દંગ છું એટલે તો તારે સંગ છું હું… દોસ્ત હું રંગ છું પણ દંગ છું..

ફૂટબોલ નાં બૉલ જેવી સ્થિતિ છે મારી, ક્યારેક હોસ્પીટલ નાં બેડ સાથે સરખાવું છું તો કયારેક રાજકારણીઓ નાં રંગે રંગાઉં છું,
કયારેક ડૉક્ટર નાં દિલમાં તો કયારેક પોલીસ નાં દંડ માં દંડાવું છું હું,
માનવભીડ થી નીકળી હોસ્પિટલ થઈ સ્મશાને સીધાવું છું હું,
દોસ્ત હું દંગ છું એટલે તો કોવીડ ને સંગ છું હું…

ભાન ભૂલેલા માનવ ને માનવતા નાં પાઠ ભણાવવાં આ ધરતી પર કોવીડ થઈ આવ્યો છું હું,
ટેક્નોલોજી, સાયન્સ, શોધ પ્રતિશોધ કોઈના કામ નાં આવું હું,
સૂક્ષ્મ વાઇરસ બની માનવ થી માનવ માં પ્રવેશું હું,
ઈશ્વર ની અભિવ્યક્તિ થઈ માનવ ને ડરાવું હું,
દોસ્ત તું દંગ છું એટલે તો હું રંગ છું…

કુલીન પટેલ ( જીવ )

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •