મુખ્ય સમાચાર.

સમાચાર

વડોદરામાં કરફ્યૂના નિયમોનું પાલન નહિ કરનાર વેપારીઓ પર તંત્રની લાલ આંખ જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર અને માસ્ક ન પહેરનારા દુકાનદારો અને લારીવાળાઓ સામે શનિવારે મોટી કાર્યવાહી કરાઈ છે. પાલિકા દ્વારા દુકાનો તેમજ લારીઓ સીલ કરાઈ છે. સાથે જ વડોદરાભરમાંથી 54500 નો દંડ પણ વસૂલ કરાયો છે.

વડોદરાથી તબીબો અમદાવાદ મોકલાયા
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં કોરોનાના કેસ વધતા વડોદરાથી તબીબો અમદાવાદ મોકલવામાં આવ્યા છે. બરોડા મેડિકલ કોલેજના એક ટ્યુટર સહિત 30 રેસિડેન્ટ ડોકટર્સની ટીમ અમદાવાદ મોકલાઈ છે. તબીબોને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 45 દિવસના ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. બરોડા મેડિકલ કોલેજના તમામ કર્મચારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે.

#સુરત
રાત્રી કર્ફ્યુ વચ્ચે સવારે લોકોની ભીડ ઉમટી
સવારે શાકભાજી મળશે કે કેમ તેવો લોકોમાં ભય
માર્કેટમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા લોકોની ભીડ ઉમટી
માર્કેટમા સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
લોકો માસ્ક વગર કરી રહ્યા છે ખરીદી

વલસાડ જિલ્લામાં સહેલાણીઓ માટે પ્રવેશ બંધ: કોરોનાનું સંક્રમણ વધતા પ્રવાસન સ્થળો બંધ, તિથલ, નારગોલ, વિલસન હિલ સહિતના સ્થળો બંધ કરાયા

: ટીવી અભિનેત્રી લીના આચાર્ય નું શનિવારે દિલ્હીમાં નિધન થયું. લીનાનું મૃત્યુ કિડની ફેલ થવાના કારણે થયું. લીના આચાર્યે અનેક જાણીતા ટીવી શો અને વેબ સિરીઝમાં કામ કર્યું હતું.

આજે કોર્ટમાં રજૂ કરાશે
કોમેડિયન ભારતી સિંહને ડ્રગ્સ કેસમાં આજે કોર્ટમાં રજુ કરાશે. ભારતી અને હર્ષ અનેક શોમાં એક સાથે જોવા મળે છે. એનસીબી જૂન મહિનામાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવુડમાં માદક પદાર્થોના કથિત ઉપયોગ અંગે તપાસ કરી રહી છે.

ગુજરાતના ચાર મહાનગર બાદ હવે રાજસ્થાન સરકારે પણ રાજસ્થાનના આઠ જિલ્લામાં, કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જોધપુર, કોટા, બિકાનેર, ઉદેપુર, જયપુર, અજમેર અલવર અને ભીલવાડામાં રાત્રી કરફ્યુનો અમલ રહેશે.

રાજકોટ : રાત્રી કર્ફ્યું અંતર્ગત કામગીરી,
74 કરફ્યુ ભંગના ગુના દાખલ
72 વાહન ડીટેઈન

મુંબઈ: પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયા ની પણ ડ્રગ્સ કેસમાં NCBએ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. તેમના ઘરમાંથી 86.5 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી,
સરકારી ચોખાના જથ્થાને બારોબાર વહેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું,
રવિ ધોળકિયા નામના શખ્સને 47 નંગ ચોખાના ભરેલ કોથળા સાથે ઝડપી પાડયો,
બારોબાર વહેચાણ કરે તે પૂર્વે ઝડપી પાડયો જથ્થો,
પોલીસે 2.94લાખનો મુદ્દામાલ કર્યો કબજે

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મહાપાલિકા એકશનમાં: સુરતના સેન્ટ્રલ ઝોનમાં આજથી ચા અને પાનની દુકાન બંધ, ત્રણ દિવસ માટે ચા-પાનની દુકાનો બંધ રહેશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવક કરતા માસ્ક પરની દંડની આવક વધારે. દંડની આવકથી 4 મહાનગરોની તિજોરી છલકાઇ. 5 મહિનામા માસ્ક પર 78 કરોડ રકમ વસુલાઇ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •