અમદાવાદમાં રાત્રી કરફ્યુ લાગુ થતા અમલ શરૂ…તમામ દુકાનો સદંતર બંધ..પોલીસના કડક પેટ્રોલિંગ દ્વારા કરફ્યુનો ચુસ્ત અમલ..

ગુજરાત ભારત સમાચાર

અમદાવાદમાં 57 કલાકનો કડકપણે કફર્યુંનો અમલ શરુ કરવામાં આવ્યો હતો. વિવિધ વિસ્તારોની તમામ દુકાનો સદંતર બંધ જોવા મળી હતી તો બીજી તરફ પોલીસ દ્વારા પર વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.તમામ નોકરી ધંધાવાળા લોકોએ 8 વાગ્યે જ પોતાના ઘરે પહોંચવાની શરુઆત કરી દીધી હતી. શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી છે.પોલીસ લોકોને ઘરે પોત પોતાના ઘરે જવા માટે અપીલ કરી રહી છે. ત્યારે શહેરના તમામ રસ્તાઓ આજથી બે દિવસ સુધી સુમસામ જોવા મળશે.

TejGujarati