*આગમાં ખરાબ રીતે દાઝેલી બળાત્કાર પીડિતાની દિલ્હીમાં થઇ મોત, 6 પોલીસકર્મી થયા સસ્પેન્ડ*

સમાચાર

રેપના આરોપીના કાકા,કાકી સહિત 7 વિરુદ્ધ ધારા 147,506,452,307 IPC અને SC/ST એક્ટ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં મંગળવાર ખરાબ રીતે આગમાં દાઝેલી રેપ પીડિતાએ દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધિન થયું છે. પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે રેપના આરોપીના પરિવારજનોએ જ તેને આગના હવાલે કરી છે. પરિવારવાળાએ જણાવ્યું કે સોમવારે આરોપીના પરિવારજનો ફરિયાદ પાછી ન લેવા પર યુવતીની જાનથી મારવાની ધમકી આપી હતી. 4 મહિના પહેલા સગીરાથી રેપ થયો હતો. ત્યારે આ મામલે જવાબદાર પોલીસકર્મીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

બુલંદશહેર રેપ પીડિતા આત્મદાહ કેસમાં 7 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં સંજય, કાજલ, બનવારી, બદન સિંહ, વીર સિંહ, જશવંત સિંહ, ગૌતમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. રેપના આરોપી કાકા,કાકી સહિત 7 વિરુદ્ધ ધારા 147,506,452,307 IPC અને SC/ST એક્ટ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવી છે.

TejGujarati

Leave a Reply