કોરોનામાં પ્રજા રામ ભરોષે.અમદાવાદ દક્ષિણી સોસાયટીનાં રુચિર એપાર્ટમેન્ટમાં કોરોનાના કુલ પાંચ કેસ.૧૦૪ અને મ્યુ.કો.ના અધિકારીઓ ડોકાયા સુધ્ધા નથી.

સમાચાર

અમદાવાદના મણીનગરમાં દક્ષિણી સોસાયટીમાં ગલી નં-૧માં આવેલ રુચિર એપાર્ટમેન્ટમાં કોરોનાના કુલ પાંચ કેસ થવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કાળજી લેવાતી ન હોવાની ફરિયાદ થવા માંડી છે. આ ફ્લેટમાં કોરોનાના પાંચ કેસ હોવા છતાં આજ દિન સુધી વારંવાર ફરીયાદ કરવા છતાંય સ્ટ્રીકર્સ મારવામાં આવતાં નથી…!!! સેનેટાઈઝ કામગીરી પણ કરવામાં આવતી નથી. આ બાબતે ૧૦૪ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ ઘ્યાન આપવામાં આવતું નથી. જેથી ફ્લેટના રહિશોમાં આવી કામગીરીથી અસંતોષ થવા પામેલ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply