નર્મદા જિલ્લામાં ૩૦૦ મણ ગલગોટાના ફૂલનો ઉપાડ. દિવાળી અને નૂતન વર્ષના પ્રથમ દિવસે વપરાતા ફલોમા લાલશ પડતા પીળારંગના ગલગોટાના ફૂલોનો વપરાશ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

નર્મદા જિલ્લામાં ૩૦૦ મણ ગલગોટાના ફૂલનો ઉપાડ

દિવાળી અને નૂતન વર્ષના પ્રથમ દિવસે વપરાતા ફલોમા લાલશ પડતા પીળારંગના ગલગોટાના ફૂલોનો વપરાશ
આ છે

રાજપીપળા,તા૧૪

નર્મદા જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષના પ્રથમ દિવસે વપરાતા ફૂલોમા લાલશ પડતા પીળારંગના ગલગોટાના
ફૂલોનો વપરાશ સૌથી વધુ હોય છે.આ વષ કોરોના કાળમાં પણ દિવાળી અને નૂતનવર્ષ નિમિતે નર્મદા જિલ્લામાં
ગલગોટાના ફૂલોની માંગ વધારે છે. લગભગ ૫૦૦ મણ ગલગોટાના ફૂલ વપરાય છે.ભારે માંગને કારણે નર્મદા
જિલ્લામાં આ ફૂલની ખેતી પણ ઘણા મોટા પ્રમાણ મા થવા માંડી છે.

દિવાળી અને બેસતા વર્ષના દિવસે પૂજાપાઠ હોય કે સુશોભન હોય ગલગોટાના ફૂલોની અચૂક જરૂર પડે બેસતા
વર્ષને વધાવવા લોકો દ્વારા ઘરનું પ્રવેશ દ્વાર હોય ધંધા વેપાર માટેની દુકાન હોય કે મંદિરો જેવા ધાર્મીક સ્થળો
હોય બધે જ ફૂલોનો શણગાર સજાવવામાં આવે છે.ફૂલોને ખિલવા માટે ચોક્કસ ઋતુ હોય છે અને તેથી જ જે તે
તહેવારોએ કોઇ ચોક્કસ ફલનુ સામાન્ય જોવા મળતું હોય છે.

તસવીર :જયોતિ જગતાપ.રાજપીપળા

TejGujarati