સમાજમાં શિક્ષણ અને સંસ્કારો નું સિંચન માટે બાકીની જિંદગી વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરતા શંકરસિંહ રાણા અને બીનાબા શંકરસિંહ રાણા.
ગાંધીનગર તા. ૧૨./૧૧/૨૦૨૦
ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના ૨૦૨૧-૨૨ બે વર્ષ માટે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ડૉ. રાણાએ જણાવ્યું હતું કે હવે બાકીની જિંદગી હું અને મારા ધર્મપત્ની બિનાબા રાણા સમાજના સર્વાંગી વિકાસ માટે જખર્ચી નાખવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે સિનિયર ધારાશાસ્ત્રી પી.પી. બિહોલા એ સભાનું સંચાલન કર્યુ હતું. શહેર પ્રમુખ વિક્રમસિંહ ગોલ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે નિવૃત થતાં દશરથસિંહ વાઘેલા મહામંત્રી ભીખુસિંહ બિહોલા, વિક્રમસિંહ ગોલ, શંકરસિંહ ગોહિલ, રામસિંહ વાઘેલા, પી.પી. બિહોલા, પ્રદિપસિંહ બિહોલ, અંબુસિંહ ગોલ, વિનોદસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ તરીકે રતનસિંહ વાઘેલાની નિમણૂક પણ કરવામાં આવી હતી.
મહિલા શક્તિ મંડળના પ્રમુખ બિનાબા રાણા, ભાવનાબેન ગોલ, વગેરેએ શંકરસિંહ રાણાનું સન્માન કર્યુ હતુ.