સંબંધની ગેરંટી કે વોરંટી શુ???? જવાબ એક જ છે. “આત્માનો સ્પર્શ”…..? હિતેષ રાયચુરા

ગુજરાત ભારત સમાચાર

પ્રેમના ચાર પ્રકાર છે મતલબ પ્રેમને ચાર રીતે અભિવ્યક્ત કરી શકાય…

1. બોડી ટચ

2. માઈન્ડ ટચ

3. હાર્ટ ટચ

4. સોલ ટચ

એકબીજાનું શરીર જોઈને એટ્રેકશન થાય અને પછી પામવાનો પ્રયાસ થાય. ત્યારબાદ જે પ્રેમની અનુભૂતિ થઈ હતી એ કડડભૂસ થઈને નીચે પડે એ “બોડી ટચ’ છે….

માઈન્ડ પાવર એટલે કે ઈન્ટેલિજન્સી અને બ્રિલિયન્ટનેસથી ભરપૂર પાત્ર મળે, સુપર્બ બાર્ગેનિંગ પાવર વિથ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર અને એ ગમી જાય ધેટ ઇઝ કોલ્ડ “માઈન્ડ ટચ”….

કોઈ વ્યક્તિની લાગણીઓ આપણાં હૃદયને સ્પર્શી જાય, એના શબ્દો, એની સ્પીચ, એના વિચારો… એ જેવી છે એવી ને એવી જ, એઝ ઇટ ઇઝ ગમી જાય, એને ચેન્જ કરવાનો સહેજે પણ પ્રયાસ ન થાય, અહીં દેખાવનો ખાસ મતલબ પણ ન રહે, એ આપણી આસપાસ જ છે એવું સતત ફિલ થયા કરે, એનો એક ખ્યાલ પણ હૃદયનો ધબકારો ચૂકવી દે એ “હાર્ટ ટચ” છે….

અને પ્રેમનું લાસ્ટ સ્ટેજ છે “સોલ ટચ”. આત્માથી આત્માનું જોડાણ… આત્માનો સ્પર્શ. પ્રેમની આ અભિવ્યક્તિ બાદ પ્રેમની તમામ વ્યાખ્યાઓ પૂર્ણ થઈ છે. કોઈ વ્યક્તિ આપણા હૃદયથી ઉપરવટ જઈને આત્માને સ્પર્શી જાય પછી એ સ્થાન કાયમ માટે પૂર્ણ થઈ જતું હોય છે…

ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” માં શાહરુખ ખાનના કેટલાક શબ્દો યાદ આવે છે. “તને પ્રેમ કરવા માટે મારે તારી જરૂર જ નથી.” સિરિયસલી આનાથી ઉત્તમ જીવનની બીજી પરિસ્થિતિ શુ હોય શકે? “હું તારા વગર પણ તને પ્રેમ કરી શકું છું. તું ખુશ રહે બસ…” ખરેખર લાઈફમાંથી આવા પાત્રની ઍકઝીટ થાય ત્યારે એનું મૂલ્ય સમજાતું હોય છે….

આપણે બધા ક્યાંક ને ક્યાંક પ્રેમનું અર્થઘટન સાવ તકલાદી કરીએ છીએ. સતત પાસે રહેવું, સતત સાથે રહેવું, નજર સામે રહેવું એ તો બોક્સમાં પુરી દીધા હોય એવું લાગે. સ્પેસ આપે છે તે પ્રેમ… મોકળાશ આપે છે તે પ્રેમ… કોઈપણ પ્રકારની કન્ડિશન વગર થાય છે તે પ્રેમ. અને જ્યારે વ્યક્તિના સોલનો ટચ થઈ જાય છે ત્યારે કોઈપણ પ્રકારની કન્ડિશનનું અસ્તિત્વ જ નથી રહેતું. એ વ્યક્તિ જે હોય તે, જ્યાં પણ હોય, જે કરતી હોય એનાથી તમને કોઈ જ ફર્ક પડતો નથી. તમારા ઉઠતાની સાથે પહેલી પ્રાર્થના અને સુતા સમયની વિશ માત્ર ને માત્ર એ વ્યક્તિ માટે જ હોય છે. એવું પરમેનન્ટ કનેક્શન કે જે વિધાઉટ એની એરર આપણા આત્મા સુધી જોડાઈ ગયું હોય છે…

ઉપરોક્ત ચારેય પ્રેમના પ્રકારો એક જ વ્યક્તિ સાથે અભિવ્યક્ત થઈ શકે અને અલગ અલગ વ્યક્તિ સાથે પણ. ઘણીવાર મને એવું પૂછવામાં આવતું હોય છે કે આપણો પાર્ટનર આ ચારમાંથી ક્યાં પ્રકારનો પ્રેમ કરે છે અથવા તો ચારેય પ્રકારે પ્રેમ કરે છે કે કેમ એ કેવી રીતે નક્કી કરી શકાય??

આપણે 5000 ની વસ્તુ ખરીદીએ ત્યારે સૌથી પહેલા ગેરંટી વોરંટી ચેક કરીએ છીએ પણ એકબીજાને કમિટેડ થતા પહેલા આપણે ક્યારેય નથી વિચારતા કે આ રિલેશનની અવધિ કેટલી?? જો આમાં કાંઈ પણ પ્રોબ્લેમ થયો તો લાઈફમાં આનું રિપ્લેસમેન્ટ અઘરું પડી જતું હોય છે. કારણ કે આ સમયે માઇન્ડમાં હોર્મોન્સનો સ્ત્રાવ એટલી હદે થતો હોય છે કે વ્યક્તિ અન્ય કોઈ એંગલથી વિચારી જ નથી શકતી. ઇનકેસ ધાર્યા બહારની પરિસ્થિતિ ઊભી થઈ તો સપનાની દુનિયામાંથી વાસ્તવિકતાની દુનિયામાં ગડથોલિયુ ખવાઈ જાય છે. પછી શરૂઆત થાય છે પોતાના પ્રેમને કોસવાની. અને આ નિષ્ફળ સંબંધ જન્મ આપે છે અન્ય એક સંબંધને. જ્યારે બે સમદુખિયા ભેગા થાય છે ત્યાં પાછો શરૂ થાય છે નવો સંબંધ. અને વળી પાછો એજ સવાલ ઊભો થાય કે આ સંબંધની ગેરંટી કે વોરંટી શુ???? જવાબ એક જ છે. “આત્માનો સ્પર્શ”…..?

હિતેષ રાયચુરા

TejGujarati